Not Set/ સંસદનું શીતકાલીન સત્ર આજથી શરૂ, આ બીલો પર થઇ શકે છે નિર્ણય

આજે એટલે કે સોમવાર 18 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્રમાં, સરકાર નાગરિકત્વ (સુધારા) બિલ 2019 સહિત અનેક મહત્વપૂર્ણ બિલ રજૂ કરશે. સરકારનાં મુખ્ય એજન્ડામાં આ બિલનો સમાવેશ કરવામાં આવ્યો છે, કેમ કે તેમાં ચોમાસું સત્ર દરમિયાન જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 ને મહત્ત્વ આપવામાં આવ્યું છે. ભાજપનાં નેતૃત્વ હેઠળની કેન્દ્ર […]

Top Stories India

આજે એટલે કે સોમવાર 18 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્રમાં, સરકાર નાગરિકત્વ (સુધારા) બિલ 2019 સહિત અનેક મહત્વપૂર્ણ બિલ રજૂ કરશે. સરકારનાં મુખ્ય એજન્ડામાં આ બિલનો સમાવેશ કરવામાં આવ્યો છે, કેમ કે તેમાં ચોમાસું સત્ર દરમિયાન જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 ને મહત્ત્વ આપવામાં આવ્યું છે. ભાજપનાં નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર આ સત્ર દરમિયાન નાગરિકત્વ (સુધારા) બિલ પસાર કરવા માંગશે.

શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સંચાલિત રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ) થી બહાર નીકળ્યા બાદ સંસદનાં શિયાળા સત્ર પહેલા વિપક્ષે તેની સંખ્યા વધારી દીધી છે. સંયુક્ત વિપક્ષની તાકાત લોકસભામાં 200 નો આંકડો વટાવી ગઈ છે, જ્યાં સંખ્યાનાં અભાવે વિપક્ષી નેતાનું પદ ખાલી છે.

જણાવી દઇએ કે નાગરિકત્વ (સુધારા) બિલ 2019 ને સંસદનાં શિયાળા સત્રમાં સરકારે મંજૂરી આપેલા બીલની સૂચિમાં 16 માં સ્થાને મૂકવામાં આવ્યું છે. સત્રનાં પહેલા દિવસે સરકાર ચિટ ફંડ (સુધારા) બિલ 2019 પસાર કરી શકે છે. આ બિલનો હેતુ ચિટ ફંડ ક્ષેત્રનાં સુગમ વિકાસની સુવિધા આપતી વખતે ઉદ્યોગ દ્વારા જે અવરોધો આવે છે તેને દૂર કરવાનો છે. આ બિલ ચિટ ફંડ યોજનાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરશે અને તેના ગ્રાહકોને સુરક્ષિત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.