Amareli News: અમરેલી જિલ્લામાં વધુ એક બ્રિજની ખરાબ હાલત સામે આવી છે. ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર આવેલ રાજુલાના હિંડોરણા બ્રિજમાંથી લોખંડના સળીયા બહાર આવતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
માહિતી મુજબ, હિંડોરણા બ્રિજમાંથી કાંકરીટ ખસી જતાં અંદરના લોખંડના સળીયા ખુલ્લા પડી ગયા છે. આ સળીયા રસ્તા પર સ્પષ્ટ દેખાઈ રહ્યા છે જેના કારણે અકસ્માત સર્જાવાનો ભય વધ્યો છે. સ્થાનિક લોકો જણાવે છે કે હાઈવે પર સતત ભારે વાહનોની અવરજવર થતી હોવાથી જો સમયસર મરામત ન થાય તો મોટી દુર્ઘટના બની શકે છે.
ગુણવત્તા અંગે સવાલ
બ્રિજના સળીયા બહાર આવતાં હાઈવેના કામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. નેશનલ હાઈવે પર કરોડો રૂપિયાનું ખર્ચ થવા છતાં થોડા જ સમયમાં બ્રિજ તૂટી પડવાની સ્થિતિ સર્જાવું લોકોમાં નારાજગી ફેલાવી રહ્યું છે.
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે હાઈવેનું કામ નબળી ગુણવત્તાથી કરવામાં આવ્યું છે. અનેક વખત રજૂઆતો છતાં અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં હવે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે હાઈવે ઓથોરિટી તાત્કાલિક મરામત કરે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થાય. નહીંતર અકસ્માતોનો ખતરો વધશે અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે.
અમરેલીના હિંડોરણા બ્રિજમાંથી લોખંડના સળીયા બહાર આવતા ફરી એકવાર નેશનલ હાઈવેના કામની ગુણવત્તા પર સવાલો ઊઠ્યા છે. તંત્રે સમયસર કાર્યવાહી ન કરે તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
આ પણ વાંચો:અમિત શાહ દિલ્હી વિધાનસભામાં અખિલ ભારતીય સ્પીકર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે
આ પણ વાંચો:અરવિંદ રૈયાણી અને જયેશ રાદડિયા બાદ અમિત શાહ સાથે ગોવિંદ પટેલની મુલાકાત
