Gujarat News : ભાજપ પ્રદેશ પ્રમુખ અને ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. વડાપ્રધાન મોદીની ગુજરાતની મુલાકાત બાદ હવે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન રાજકોટના નેતાઓ દિલ્હીમાં અમિત શાહને મળ્યા છે, જેના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગુજરાતના પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ અને સાંસદ રામ મોકરિયા દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા.
અગાઉ જયેશ રાદડિયા અને અરવિંદ રૈયાણી પછી વધુ એક નેતા ગોવિંદ પટેલને મળ્યા છે, જેના કારણે ઘણી ચર્ચાઓ શરૂ થઈ છે. પૂર્વ મંત્રી ગોવિંદ પટેલને કેન્દ્રીય મોદી મંડળ દ્વારા ફરીથી સક્રિય થવાનો આદેશ આપવામાં આવ્યો હોવાની ઘણી ચર્ચાઓને વેગ મળ્યો છે. દિલ્હીમાં સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓની બેઠકોનો દોર શરૂ થતાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. રાજકોટ ભાજપના રાજકારણમાં મોટા ફેરફારો થયા છે.
અરવિંદ રૈયાણી બે વર્ષથી હાંસિયામાં રહ્યા બાદ સક્રિય થયા છે. અરવિંદ રૈયાણી ભૂતપૂર્વ મંત્રી અને પાટીદાર નેતા છે. ગણેશ મહોત્સવ કાર્યક્રમ સાથે અરવિંદ રૈયાણીનો પુનઃપ્રવેશ થયો છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ભાજપે રૈયાણીને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. નગરપાલિકાની ચૂંટણી પહેલા નેતાઓને સક્રિય કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની પણ ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજકોમાસોલની 64મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ખેડાના ગળતેશ્વર ખાતે ‘76મો વન મહોત્સવ’ યોજાશે
