ગેસ કટિંગ કરવાના કોભાંડનો પર્દાફાશ થયો છે. મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાં અનઅધિકૃત રીતે ગેસ ટેન્કરમાં થી ગેસ કટિંગ કરી ગેસનો જથ્થો ગેસના સિલેંડરમાં ભરી કાળાબજારમાં વેચવાનો ગોરખધંધોનો કરવામાં આવી રહ્યો હતો. મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન.આ કોભાંડનો પર્દાફાશ કર્યો હતો જેમાં ગેસ ભરેલ ટેન્કર, ખાલી સિલેંડર, બોલેરો કાર, મોબાઈલ અને ગેસ કાઢવાના સાધનો સહીત કુલ ૨૯.૮૫ લાખનો મુદામાલ જપ્ત કરી ત્રણ આરોપીને ઝડપી લીધા છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બહાદુરગઢ ગામના પાટિયા સામે આવેલ શેરે પંજાબ હોટલ નજીક અવધ વે બ્રીજ પાછળ સીમમાં ખુલ્લી જગ્યામાં જીજ્ઞેશ ઉર્ફે લાલો મેરામભાઇ, પ્રદીપ ઉર્ફે લાલો મુળુભાઈ આહીર રહે બંને રાજકોટ વાળા રાત્રીના હાઈવે પરથી આવતા જતા ગેસ ટેન્કરના ડ્રાઈવર સાથે મિલીભગતથી ગેસ ટેન્કરમાંથી ગેસ કટિંગ કરી ગેસનો જથ્થો ગેસના સિલેંડરમાં ભરી કાળાબજારમાં વેચવાનો ગોરખધંધો ચલાવતા હતા જ્યાં રેડ કરી પોલીસે ગેસ કટિંગ કોભાંડ ઝડપી લીધું હતું.
જ્યાં સ્થળ પરથી એલસીબી ટીમે ગેસ ભરેલ ટેન્કર એચઆર ૩૮ ટી ૦૮૫૩ ગેસના જથ્થા સહીત કુલ રૂ ૨૬,૧૨,૪૨૪ ગેસના સિલેંડર નંગ ૨૮ કીમત રૂ ૫૬,૦૦૦ બોલેરો ગાડી જીજે ૦૩ બીવી ૮૦૫૨ કીમત રૂ ૩ લાખ, ઇલેક્ટ્રિક વજન કાંટો, રબ્બર વાલ્વવાળી પાઈપ કીમત રૂ ૨૦૦૦ અને મોબાઈલ નંગ ૦૩ કીમત રૂ ૧૫,૦૦૦ મળીને કુલ રૂ ૨૯,૮૫,૪૨૪ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે તેમજ રેડ દરમિયાન આરોપી રામસિંગ વિજયસિંગ રાઠોડ (ઉ.વ.૫૮) રહે જોધપુર રાજસ્થાન તથા જીજ્ઞેશ ઉર્ફે લાલો મેરામભાઇ લોખીલ (ઉ.વ.૨૬) અને પ્રદીપ ઉર્ફે લાલો મુળુભાઈ અવાડીયા (ઉ.વ.૩૫) રહે બંને શ્રીનાથજી સોસાયટી મવડી રોડ રાજકોટ વાળા એમ ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો:દુમકામાં યુવતીને ફરીથી જીવતી સળગાવી,પરિણીત પ્રેમીએ ઘરમાં સૂતી યુવતી પર પેટ્રોલ છાંટી લગાવી આગ
આ પણ વાંચો:ગરબા દરમિયાન પથ્થરમારાની ઘટના પર ગુજરાતના ગૃહમંત્રીએ આપ્યું કડક નિવેદન
આ પણ વાંચો:જ્ઞાનવાપી પર ચુકાદો: કાર્બન ડેટિંગ દ્વારા ‘શિવલિંગ’ની ઉંમર જાણી શકાશે? શું આ શક્ય છે?
