Not Set/ ઈન્ડસ્ટ્રીઝના છત પરથી મળી આવી લાશ,માટીના ઢગલામાં સંતાડવામાં આવી હતી લાશ

સુરત સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા સહયોગ ઈન્ડસ્ટ્રીઝના છત પરથી હત્યા કરાયેલા મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. છત પર માટીના ઢગલામાં આશરે 30 થી 35 વયના યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ સંતાડવામાં આવ્યો હતો. જે અંગે સ્થાનિકોને જાણ થતા પોલીસ બોલાવામાં આવી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી […]

Gujarat Surat Trending

સુરત

સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા સહયોગ ઈન્ડસ્ટ્રીઝના છત પરથી હત્યા કરાયેલા મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. છત પર માટીના ઢગલામાં આશરે 30 થી 35 વયના યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ સંતાડવામાં આવ્યો હતો.

જે અંગે સ્થાનિકોને જાણ થતા પોલીસ બોલાવામાં આવી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

શ્રમિક જેવા લાગતાં આ યુવકને શા કારણે મારવામાં આવ્યો હતો અને કોણે હત્યા કરી તે તમામ બાબતોની ચોક બજાર પોલીસે તપાસ હાથ ધરી છે.

હાલ તો પોલીસે યુવકના મૃતદેહને પી.એમ. માટે હોસ્પિટલમાં ખસેડયો છે અને પોલીસ દ્વારા યુવકની તજવીજ હાથ ધરવામાં આવી છે.