sports news/ વિરાટ વિરુદ્ધ ઝેર ઓકવા માટે મોડેલને અપાઈ હતી પૈસાની લાલચ, સોશિયલ મીડિયા પર પર્દાફાશ

ભારતીય ક્રિકેટર Virat Kohli ને બદનામ કરવા માટે જર્મન મોડેલ લિઝલાઝને મોટી રકમની ઓફર કરવામાં આવી હતી. લિઝલાઝે સોશિયલ મીડિયા પર આ કાવતરાનો પર્દાફાશ કર્યો છે. વાંચો સંપૂર્ણ અહેવાલ.

Trending Sports
Virat Kohli

Cricket News 2026: ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) તેની શાનદાર રમતની સાથે સાથે તેની ક્લીન ઈમેજ માટે પણ જાણીતો છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો ખુલાસો થયો છે જેણે ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. જર્મન મોડેલ લિઝલાઝ (Lizlaz) એ દાવો કર્યો છે કે વિરાટ કોહલીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે તેને પૈસાની લાલચ આપવામાં આવી હતી.

Virat Kohli

શું છે સમગ્ર મામલો? (Virat Kohli)

લિઝલાઝે સોશિયલ મીડિયા પર એક સનસનીખેજ દાવો કર્યો છે કે કેટલાક અજ્ઞાત લોકોએ તેનો સંપર્ક કર્યો હતો. આ લોકોએ તેને વિરાટ કોહલી (Virat Kohli)  વિરુદ્ધ બોલવા અને તેની ઈમેજ ખરાબ કરવા માટે મોટી રકમની ઓફર કરી હતી.

મોડેલના જણાવ્યા મુજબ, આ એક પીઆર (PR) સ્ટન્ટ અથવા સુનિયોજિત કાવતરું હતું, જેનો હેતુ કોહલીની ગ્લોબલ પોપ્યુલારિટી ઘટાડવાનો અને તેની પર્સનાલિટી પર સવાલ ઉઠાવવાનો હતો.

તેને કોહલી વિશે ખોટી વાતો ફેલાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

આ ખુલાસા સાથે જોડાયેલા કેટલાક વીડિયો અને સ્ક્રીનશોટ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જોકે, આ બાબતે વિરાટ કોહલી(Virat Kohli)  કે તેની ટીમ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ ઘટનાએ પેઇડ પીઆર અને ખેલાડીઓ વિરુદ્ધ થતી ઓનલાઈન ટ્રોલિંગ પાછળના કાળા સચને ફરી એકવાર ઉજાગર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Filmymantra Media (@filmymantramedia)

કેવી રીતે શરૂ થયો વિવાદ?

નોંધનીય છે કે વિરાટ કોહલીએ (Virat Kohli) તાજેતરમાં જ આ જર્મન મોડેલની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ લાઈક કરી હતી. આ નાનકડી વાત બાદ સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી. લિઝલાઝે જણાવ્યું કે આ ઘટનાનો ફાયદો ઉઠાવીને તેની છબી ખરાબ કરવા માટે તેને પૈસાની ઓફર કરવામાં આવી હતી.

લિઝલાઝ આઈપીએલમાં વિરાટ કોહલીની ટીમ RCB ને જ સપોર્ટ કરે છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આરસીબીની જર્સીમાં અને ટીમને સમર્થન આપતા અનેક ફોટા પણ જોવા મળે છે.


આ પણ વાંચો: વન-ડે મેચમાં 822 રન અને 794 રનથી જીત, ક્રિકેટ ફેન્સ પણ આ સ્કોર કાર્ડ જોઈને ચોંકી જશે

આ પણ વાંચો:  T20 ક્રિકેટમાં ભુવીનો જાદુ! 350 વિકેટ લેનારો ભારતનો પહેલો પેસર બન્યો, જાણો ટોપ 5 લિસ્ટ

આ પણ વાંચો: યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્માને NADA ની નોટિસ, જાણો શું છે ‘વેરઅબાઉટ્સ ફેઈલ્યોર’ નિયમ