Not Set/ જમ્મુ-કાશ્મીર : સરકારમાંથી BJPએ સમર્થન ખેચ્યું પાછું, મહેબુબા મુફ્તીએ CM પદેથી આપ્યું રાજીનામું

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી અને PDP ગઠબંધનની સરકારમાં તિરાડ પડી ગઈ છે. રાજધાની દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતા મળેલી બેઠકમાં સરકારમાંથી BJP દ્વારા સમર્થન પાછું ખેચવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. BJP pulls out of an alliance with PDP in Jammu & Kashmir: Sources #JammuAndKashmir pic.twitter.com/BQD4yx0E6d — ANI (@ANI) June 19, 2018 […]

Top Stories India Trending

શ્રીનગર,

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી અને PDP ગઠબંધનની સરકારમાં તિરાડ પડી ગઈ છે. રાજધાની દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતા મળેલી બેઠકમાં સરકારમાંથી BJP દ્વારા સમર્થન પાછું ખેચવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બીજી બાજુ ભાજપ દ્વારા પણ સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેચવા માટેની ચિઠ્ઠી પણ રાજ્યપાલને સોપવામાં આવી છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યમાં રાજ્યપાલ શાસન લાવવા માટે માંગ કરી છે.

છેલ્લા ત્રણ વર્ષની સરકાર દરમિયાન કેન્દ્ર સરકારની વાત છે તો અમારા દ્વારા તમામ પ્રકારની મદદ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ઘણા પ્રોજેક્ટ લાગુ કરવામાં આવ્યા છે. સાથે સાથે રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવા માટે રમઝાન મહિનામાં સીઝફાયર લાગુ કરવામાં આવ્યું હતું, પરંતુ PDP દ્વારા આ શાંતિ સ્થાપવામાં નિષ્ફળ રહ્યું છે.

જમ્મુ-કાશ્મીર સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેચવાના નિર્ણય બાદ બીજેપી નેતા અને રાજ્યના પ્રભારી રામ માધવે જણાવ્યું,

“અમારા દ્વારા ગૃહ મંત્રાલય અને જમ્મુ-કાશ્મીર સરકારના ત્રણ વર્ષના કામકાજ તેમજ તમામ એજન્સીઓ સાથે વાતચીત કર્યા બાદ આ નિર્ણય કર્યો છે. ત્યારબાદ આ નક્કી થયું છે કે, ભાજપ પોતાનું સમર્થન પાછું ખેંચી રહી છે”.

“ત્રણ વર્ષ પહેલા જે જનાદેશ આવ્યો હતો, ત્યારે એવી પરિસ્થિતિઓ હતી જેના કારણે આ ગઠબંધન શક્ય બન્યું હતું. પરંતુ હાલની જે પરિસ્થિતિઓ સામે આવી રહી છે તે જોતા PDP સાથે ગઠબંધનમાં આગળ વધવું મુશ્કેલ જણાઈ રહ્યું છે.

તમામ સાથે ચર્ચા વિચારણા બાદ જ આ નિર્ણય કરવામાં આવ્યો છે

“જે મુદ્દાઓને લઇ સરકાર બની હતી, તે તમામ મુદ્દાઓ પર ચર્ચા થઇ છે. છેલ્લા કેટલાક દિવસોમાં કાશ્મીરમાં સ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે, જે કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આ નિર્ણયના સંબંધમાં પીએમ મોદી, અમિત શાહ, ભાજપના વરિષ્ટ નેતા તેમજ રાજ્યના નેતાઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે”.

કાશ્મીર ઘાટીમાં આતંકવાદ વધ્યો છે

“સરકારના બે મુખ્ય લક્ષ્ય હતા, જેમાં શાંતિ અને વિકાસ સૌથી ટોચ પર હતા. રાજ્યના તમામ ભાગમાં વિકાસ કરવા માટે અમારા દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું હતું. પરંતુ આજે જે પરિસ્થિતિઓ બની છે, જેમાં એક મોટી માત્રામાં કાશ્મીર ઘાટીમાં આતંકવાદ વધ્યો છે સાથે સાથે રેડિકલાઇઝેશન પણ ખુબ ઝડપથી વધી રહ્યું છે”.

આજે ફ્રિડમ ઓફ સ્પીચ પણ ખતરામાં આવી ગયું છે.

“આજે રાજ્યમાં જે પરિસ્થિતિ બની રહી છે, જેમાં ઘાટીમાં ફંડામેન્ટલ રાઈટ્સ ખતરામાં આવી રહ્યા છે. પત્રકાર શુજાત બુખારીની શ્રીનગરમાં હત્યા થાય છે. જે આ પરિસ્થિતિઓ ઉભી થઇ છે જેનાથી પ્રેસ ફ્રિડમ અને ફ્રિડમ ઓફ સ્પીચ પણ ખતરામાં આવી ગયું છે”.

જમ્મુ-કાશ્મીર રાજ્યની હાલની વિધાનસભાની સ્થિતિ જોવામાં આવે તો, PDPના ખાતામાં ૨૮, ભાજપ પાસે ૨૫, નેશનલ કોન્ફરન્સ પાસે ૧૫ જયારે કોંગ્રેસ પાસે ૧૨ બેઠકો છે. ત્યારે હવે જોવાનું રહ્યું છે કે, આગામી સમયમાં રાજ્યના મુખ્યમંત્રી પદ માટેનો કળશ કોના માથા પર ઢોળવામાં આવે છે.

મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કુલ ૮૯ બેઠકો છે જેમાં ૨ સીટો નોમિનેટ કરવામાં આવી છે.