મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. આરોગ્ય મંત્રાલય દ્વારા એક મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે દેશભરની ખાનગી મેડિકલ કોલેજોએ MBBSની અડધી બેઠકની ફીમાં 70% સુધીનો ઘટાડો કરવો પડી શકે છે. જોકે આ અંગેનો અંતિમ નિર્ણય નેશનલ મેડિકલ કમિશન લેશે. ખાનગી કોલેજોની 50% એમબીબીએસ બેઠકની વાર્ષિક ફી રૂ. 6થી 10 લાખ થશે. આરોગ્ય મંત્રાલય મેડિકલના વિદ્યાર્થીઓ અને તેમના પરિવારને રાહત આપવા માટે ફી ઘટાડો કરવાની તૈયારીમાં છે.
જો નિર્ણય અમલી બને છે તો 20 હજાર જેટલા વિદ્યાર્થીઓને તેનો લાભ થશે. પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સની ફી 90% સુધી ઘટે તેવી શક્યતા છે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં કે જાન્યુઆરી 2020માં આ મુસદો જાહેર કરાશે.
ખાનગી કોલેજોની 50% એમબીબીએસ બેઠકની વાર્ષિક ફી રૂ. 6થી 10 લાખ સુધીની રહેશે. દેશમાં મેડિકલ એજ્યુકેશનની જવાબદારી હવે બોર્ડ ઓફ ગવર્નન્સની છે. આ બોર્ડને સરકારે એમબીબીએસ અને પીજી સીટની ફી નક્કી કરવાનો મુસદો ઘડવાની જવાબદારી સોંપી હતી.
જેના થકી 20 હજાર વિદ્યાર્થીને ફાયદો થશે
દેશના અનેક રાજ્યોમાં ખાનગી કોલેજોમાં MBBSની વાર્ષિક ફી રૂ. 25 લાખ જેટલી છે. મધ્યપ્રદેશ, યુપી જેવાં કેટલાંક રાજ્યોમાં રૂ. 10-12 લાખ છે. દેશમાં MBBSની કુલ 80 હજાર સીટ છે. જેમાંથી 40 હજાર ખાનગી કોલેજ પાસે છે. તેમાંથી અડધી એટલે કે 20 હજાર સીટની ફી કેન્દ્રીય નિયમો મુજબ નક્કી કરવાની આરોગ્ય મંત્રાલયે તૈયારી છે.
અત્યારે ત્રણ વર્ષના કોર્સની ફી રૂ. 1થી 3 કરોડ સુધી છે. જ્યારે સરકારી કોલેજમાં રૂ. 50થી 95 હજાર સુધી ભથ્થું મળે છે. પીજીમાં પ્રવેશ મળતાં જ વિદ્યાર્થી જે તે મેડિકલ કોલેજ કે હોસ્પિટલમાં દર્દીની સારવાર કરવાનું શરૂ કરે છે. પીજીમાં થિયરી કરતાં સારવાર પર વધુ જોર હોય છે. ક્લાસરૂમના અભ્યાસ કરતા સેલ્ફસ્ટડી અગત્યની સરકારી મેડિકલ કોલેજમાંથી પીજી કરી રહેલા વિદ્યાર્થીઓને દર મહિને સરકાર 50 હજારથી 95 હજાર સુધીનું ભથ્થું આપે છે. 10% ફી પણ વિદ્યાર્થીઓને રહેવાથી લઈ લાઈબ્રેરી, રિક્રિએશન, લેબ અને મેડિકલ કોલેજના અન્ય ખર્ચા માટે લેવાય છે.
અડધી બેઠકની ફી કેન્દ્રીય નિયમો મુજબ નક્કી થશે જ્યારે અડધી બેઠકોની ફી પહેલાંની જેમ સંબંધિત રાજ્યમાં બનેલી કમિટી નક્કી કરતી રહેશે. આ તમામ વાત મુસદ્દામાં સામેલ કરાઈ છે. હવે અંતિમ નિર્ણય નેશનલ મેડિકલ કમિશને લેવાનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
