સુરત,
સુરતમાં માંડવીના સુગર મિલના સભાસદ ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ સુગરના સંચાલકો દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના કારણે શેરડીના પૈસા ખેડૂતોને ચુકવવામાં આવ્યા નથી.
સુરત જીલ્લાની માંડવી ખાતે આવેલી માંડવી સુગર મિલ છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં છે. ૪૬ હજાર સભાસદ ધરાવતી આ સુગર મિલ સંચાલકો દ્વારા કરવામાં આવેલા અણઘડ વહીવટ લઇ હરાજીના આરે પહોચી ગઈ છે.

સહકારી સંસ્થા સીધી સભાસદો સાથે જોડાયેલી હોવાના કારણે મિલની સાથે સાથે ખેડૂત સભાસદો પણ મુશ્કેલીમાં મુકાયા છે. વર્ષ ૨૦૧૬/૧૭ ના વર્ષમાં માંડવી સુગર મિલમાં શેરડી નાખી હતી. જોકે હજુ સુધી એમને એના પૈસા મળ્યા નથી પરંતુ એમને કીમ ચાર રસ્તાની યુનિયન બેંકની શાખા દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે અને આ નોટીસ કેસીસી લોનની છે.
ત્યારે હવે ખેડૂતો એ બેંક માંથી કેસીસી લોન લીધી નથી અને બેંક તરફથી નોટીસ મળતા ખેડૂતોને પડતા પર પાટું જેવા ખેડૂતોના હાલ થયા છે. ખેડૂતોના નામે ૪૦ કરોડ રૂપિયાની કેસીસી લોન તેમજ કોર્પોરેશન બેંક ઓફ બરોડા, યુનિયન બેંક અને ગરમીન બેંક ઓફ બરોડા માંથી લગભગ ૮૦ કરોડની લોન લેવામાં આવી છે. જે ચુકવવાની બાકી છે આમ જોવા જૈયે તો લગભગ ૨૦૦ કરોડથી વધુનું કૌભાંડ સંચાલકો, પ્રમુખ, ઉપપ્રમુખ અને સુગર મિલના એમ ડી દ્વારા આચરવામાં આવ્યું છે.
