Mehsana news/ મહેસાણામાં ફાયરિંગ કેસમાં 6 આરોપી ઝડપાયા

મહેસાણામાં પકવાન ડાઇનિંગ હોલની બહાર થયેલા હુમલા અને ફાયરિંગના કેસ (Mehsana Firing)માં પોલીસે મોટી કાર્યવાહી કરી છે

Gujarat Others
મહેસાણામાં પકવાન ડાઇનિંગ હોલની બહાર થયેલા હુમલા અને ફાયરિંગના કેસ (Mehsana Firing)માં પોલીસે મોટી કાર્યવાહી કરી છે

Mehsana News : મહેસાણામાં પકવાન ડાઇનિંગ હોલની બહાર થયેલા હુમલા અને ફાયરિંગના કેસ (Mehsana Firing)માં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મહેસાણા LCBએ કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ, હુમલા દરમિયાન સ્કોર્પિયો કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ભાવેશ ઝીલિયા (Bhavesh Ziliya)ની કારને ટક્કર મારી હતી અને આ દરમિયાન ભાવેશ પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે.

સ્કોર્પિયોથી કારને મારી હતી ટક્કર

પ્રાથમિક વિગતો પ્રમાણે, પકવાન ડાઇનિંગ હોલ પાસે ભાવેશ ઝીલિયાની કારને સ્કોર્પિયોથી ટક્કર મારવામાં આવી હતી. કારને ટક્કર માર્યા બાદ ભાવેશ પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

કોંગ્રેસ નેતાના પુત્રની પણ ધરપકડ

આ કેસમાં મહેસાણા LCBએ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ નેતા વિનુભા ઝાલાના પુત્ર યુવરાજસિંહ ઝાલાનો પણ સમાવેશ થાય છે.

પોલીસ હવે સમગ્ર ઘટનામાં આરોપીઓની ભૂમિકા અને હુમલા પાછળના કારણ અંગે વધુ તપાસ કરી રહી છે. Bhavesh Ziliya પર હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો હતો અને ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

મુખ્ય આરોપી જોરાવરસિંહ ફરાર

હુમલા કેસનો મુખ્ય આરોપી જોરાવરસિંહ હજુ પોલીસ પકડથી બહાર છે. તેની શોધખોળ માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હોવાનું જાણવા મળે છે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછના આધારે મુખ્ય આરોપી સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Mehsna LCBની કાર્યવાહી બાદ હવે આ કેસમાં હુમલાનું ચોક્કસ કારણ, ફાયરિંગમાં વપરાયેલા હથિયાર અને અન્ય સંડોવાયેલા લોકો અંગેની વિગતો તપાસ બાદ સામે આવી શકે છે. Yuvrajsinh Jhala સહિત ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો : નાગલપુર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો! ભાવેશની કારમાંથી હથિયારો મળ્યા, 3 આરોપી ઝડપાયા

આ પણ વાંચો : સુરત PSI મિસફાયરિંગ: પિસ્ટલમાં 2 ગોળી, ફસાયેલી ગોળી કાઢતાં ફાયરિંગ; લારીચાલકની હાલત સ્થિર

આ પણ વાંચો : PSIની રિવોલ્વર સફાઈ દરમિયાન અચાનક ફાયરિંગ! પાણીના જગને વીંધી યુવકના પેટમાં ઘૂસી ગોળી