Rajkot News : રાજકોટની સિવિલ હોસ્પિટલ(Rajkot Civil Hospita)માં તબીબો વચ્ચે થયેલી બબાલ (Doctor Clash)નો મામલો હવે ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પરિવારજનો અને હોસ્પિટલના સત્તાધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ગાંધીનગર વડી કચેરીને સમગ્ર મામલે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.
તબીબ અશ્વિન રામાણીને ફરજથી દૂર કરાયા
મળતી માહિતી મુજબ, સમગ્ર વિવાદમાં તબીબ અશ્વિન રામાણી (Ashwin Ramani)ને હાલ ફરજથી દૂર કરવામાં આવ્યા છે. જ્યાં સુધી તેમની સામે યોગ્ય કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ફરજ પર હાજર નહીં થાય. આ મામલે આજે સાંજ સુધીમાં અંતિમ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
ગાંધીનગરમાં રિપોર્ટ, કાર્યવાહી પર નજર
રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospita)ના તબીબો વચ્ચે થયેલી બબાલ (Doctor Clash)અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા ગાંધીનગરની વડી કચેરીને રિપોર્ટ (Gandhinagar Report)સોંપવામાં આવ્યો છે. હવે આ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે. મામલો ગંભીર હોવાથી અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની વિગતો અને અગાઉના રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
અગાઉ પણ અશ્વિન રામાણી સામે ફરિયાદો
અશ્વિન રામાણી
સામે અગાઉ પણ ફરિયાદો નોંધાઈ ચૂકી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે હાલની ઘટનાને પગલે તંત્ર દ્વારા કડક નિર્ણય લેવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી નિર્ણયમાં બદલીથી લઈને સસ્પેન્શન સુધીની કાર્યવાહી થઈ શકે છે.
આજે સાંજ સુધીમાં નિર્ણયની શક્યતા
હાલ અશ્વિન રામાણીને ફરજથી દૂર રાખવામાં આવ્યા છે અને સમગ્ર મામલો ગાંધીનગર વડી કચેરી સુધી પહોંચ્યો છે. હવે સત્તાધિકારીઓના નિર્ણય પર સૌની નજર છે. આજે સાંજ સુધીમાં તેમની સામે કઈ કાર્યવાહી કરવી તે અંગે સ્પષ્ટતા થઈ શકે છે.
આ પણ વાંચો : કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં દર્દીને ટ્રાન્સફર કરવાના મુદ્દે તબીબો વચ્ચે બબાલ થઇ
આ પણ વાંચો : સુરતના લાજપોર જેલમાં કેદીએ તબીબ પર હુમલો કરતા પોલીસે ભણાવ્યો પાઠ
આ પણ વાંચો : સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં, સરપ્રાઈઝ ચેકિંગથી તબીબની પોલ ખુલી પડી, દારૂ પીધેલ હાલતમાં ઝડપાયો તબીબ
