Bharuch news/ ભરૂચના ધોળીકુઈમાં હિટ એન્ડ રન: કાર ચાલકે 4 લોકોને અડફેટે લીધા, દારૂના નશામાં હોવાનો આરોપ

Bharuch Hit And Run: ભરૂચના ધોળીકુઈમાં કારચાલકે ચાર લોકોને અડફેટે લીધા બાદ હિટ એન્ડ રનની ઘટના બની. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, કારચાલક સામે પોલીસ કાર્યવાહી શરૂ.

Gujarat Top Stories Others
Bharuch Hit And Run: કારચાલકે 4 લોકોને અડફેટે લીધા, નશામાં હોવાનો આરોપ

Bharuch News: ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં હિટ એન્ડ રનની (Bharuch Hit And Run) ઘટના સામે આવી છે. પૂરઝડપે આવી રહેલી કારે ચાર લોકોને અડફેટે લીધા હોવાની માહિતી સામે આવી છે. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનો આક્ષેપ છે.

Bharuch Hit And Run: ચાર લોકોને અડફેટે લીધા

મળતી માહિતી મુજબ ધોળીકુઈ વિસ્તારમાં (Dholikui Accident) કારચાલકે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવતા રસ્તા પર હાજર ચાર લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં અન્ય વાહનોને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

દારૂના નશામાં કાર ચલાવ્યાનો આરોપ

સ્થાનિક લોકો દ્વારા કારચાલક દારૂના નશામાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે, કારચાલક ખરેખર નશામાં હતો કે નહીં તે અંગે પોલીસ તપાસ અને જરૂરી મેડિકલ તપાસ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. અકસ્મત સર્જાયા બાદ કારચાલક સ્થળ પરથી નીકળી ગયો હોવાની માહિતી છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

પોલીસ કાર્યવાહી શરૂ

હિટ એન્ડ રનના બનાવને પગલે પોલીસે (Bharuch Police) કારચાલકની ઓળખ અને કારને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે. કારચાલક સામે ગુનો નોંધવાની કવાયત પણ શરૂ કરવામાં આવી છે. સાથે જ નશાની હાલતમાં વાહન ચલાવ્યું હોવાના આરોપ અંગે પણ તપાસ કરવામાં આવશે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા નશાની હાલતમાં વાહન ચલાવી અન્ય લોકોના જીવ જોખમમાં મૂકતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ અકસ્માતની સમગ્ર હકીકત અને જવાબદાર કારચાલક સામેની કાર્યવાહી અંગે વધુ વિગતો સામે આવશે.


આ પણ વાંચો: જેતપુરના ખીરસરામાં ડિગ્રી વિના ‘ડોક્ટર’ બની ગયો, 8 વર્ષથી લોકોની સારવાર કરતો શખ્સ ઝડપાયો

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં મોટો ફેરફાર? યુવા અને મહિલા ચહેરાઓને મળી શકે છે તક

આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસા વચ્ચે ઉકળાટ વધશે, ભારે વરસાદની શક્યતા નહિવત