Jetpur News/ જેતપુરના ખીરસરામાં ડિગ્રી વિના ‘ડોક્ટર’ બની ગયો, 8 વર્ષથી લોકોની સારવાર કરતો શખ્સ ઝડપાયો

Fake Doctor: રાજકોટના જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં 8 વર્ષથી ડિગ્રી વિના ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતો બોગસ તબીબ ઝડપાયો.

Top Stories Gujarat
Fake Doctor

Fake Doctor News: રાજકોટ ગ્રામ્ય SOGએ જેતપુર તાલુકાના ખીરસરા ગામમાંથી ડિગ્રી વિના એલોપેથિક પ્રેક્ટિસ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા આશરે આઠ વર્ષથી મકાનમાં નામ વિનાનું ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

રાજકોટ ગ્રામ્ય SOGની ટીમ જેતપુર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન ખીરસરા ગામમાં નરેશ શાંતિભાઈ રાણપરિયા નામનો શખ્સ કોઈપણ માન્ય ડિગ્રી વિના એલોપેથિક તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે SOGની ટીમે ક્લિનિક પર દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન નરેશ રાણપરિયા ક્લિનિકમાં દર્દીઓની એલોપેથિક સારવાર કરતો મળી આવ્યો હતો. તપાસ કરતાં ક્લિનિકમાંથી વિવિધ ફાર્મા કંપનીની દવાઓ, ઇન્જેક્શન, એન્ટિબાયોટિક્સ, સ્ટિરોઇડ દવાઓ તેમજ મેડિકલ પ્રેક્ટિસમાં ઉપયોગમાં લેવાતા સાધનો મળી આવ્યા હતા.

પોલીસે ક્લિનિકમાંથી કુલ રૂ.14,102નો દવાઓ અને મેડિકલ સાધનોનો મુદ્દામાલ તેમજ રૂ.2,260 રોકડા મળી કુલ રૂ.16,362નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર કાર્યવાહી SOG PI પારગી અને PSI મિશ્રાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી લાંબા સમયથી કોઈ માન્ય તબીબી ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો:  પાટણ જિલ્લામાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો, SOGની કડક કાર્યવાહી

આ પણ વાંચો: ચાણસ્માના દેલમાલ ગામમાંથી બે બોગસ તબીબો ઝડપાયા, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા

આ પણ વાંચો: સુરતના બોગસ તબીબો તૈયાર કરનારના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા…..