Covid-19 Update/ રાજ્યમાં કોરોનાનો પગપેસારો, આજે નોંધાયા આટલા નવા કેસ

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 63 કેસ સામે આવ્યા છે.  જેમાં અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના 13 કેસ નોંધાય છે.

Gujarat Others

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં ધીમી ગતી વધારો નોંધાઈ રહ્યો છે. દૈનિક નોંધાતા કેસમાં બિલ્લીપગે વધારો નોંધાઈ રહ્યો છે. સાથે રાજ્યમાં ઓમીક્રૉનના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. ત્યારે રાજ્ય સરકારની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 63 કેસ સામે આવ્યા છે.  જેમાં અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના 13 કેસ નોંધાય છે.  તો બીજી બાજુ જામનગર ખાતે પણ કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે તો ગુજરાત રાજ્યમાં નોંધાયેલા ઓમીક્રૉનના કેસ જામનગર જિલ્લામાંથી મળી આવ્યા છે.

જામનગરમાં કોરોનાના 11 કેસ નોંધાયા છે. સુરત અને વડોદરામાં પણ કોરોનાના 11 કેસ નોંધાયા છે.  છેલ્લા 24 કલાકમાં 39 લોકો ડિસ્ચાર્જ  થાય છે.  રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં 3ના મોત થાય છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 480 છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,27,516 પહોંચ્યો છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,428 છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં વધારો નોંધાતા એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

સુરતના જોગર્સ પાર્કનજીક આવેલા એક એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના 6 લોકોને કોરોના થયો છે. પોઝિટિવ વ્યક્તિઓમાં પતિ-પત્ની, ઘરની કામવાળી અને 2 વર્ષનું બાળક છે. ગતરોજ આ જ પરિવારના દાદા-દાદી પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જામનગરમાં આજરોજ વધુ બે ઓમિક્રોન કેસ નોંધાયા છે. અગાઉ આવેલા ઓમિક્રોન દર્દીના સંપર્કમાં આવેલા ૨ લોકોમાં ઓમિક્રોન વેરિયન્ટ જોવા મળ્યો છે. જેમાં  એક પુરૂષ અને એક મહિલા બંને જામનગર હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. બંનેની તબિયત સ્થિર છે. જે સાથે ગુજરાતમાં કુલ ૩ ઓમિક્રોનના કેસ નોંધાયા છે.

ભરૂચ / CDS બિપિન રાવતના મોત અંગે સોશિયલ મીડિયામાં આપત્તિજનક ટિપ્પણી પડી ભારે, આવ્યું પોલીસનું તેડું

ફરિયાદ / વડોદરામાં CBIએ ખાનગી કંપની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી

જમ્મુ-કાશ્મીર / બાંદીપોરા જિલ્લામાં આતંકવાદી હુમલામાં 2 પોલીસકર્મીઓ શહીદ