Surat News/ સુરતમાં પોલીસ લખેલી કારમાં દારૂની મહેફિલનો વિડીયો વાઇરલ

હાલમાં જ સુરત શહેરમાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પોલીસકર્મીની નેમ પ્લેટવાળી કારમાં બે વ્યક્તિઓ દારૂ અને બિયરની બોટલો સાથે જોવા મળી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે સ્થાનિક પોલીસની છબીને અસર થઈ રહી છે.

Gujarat Surat Breaking News

Surat News: હાલમાં જ સુરત શહેરમાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પોલીસકર્મીની નેમ પ્લેટવાળી કારમાં બે વ્યક્તિઓ દારૂ અને બિયરની બોટલો સાથે જોવા મળી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે સ્થાનિક પોલીસની છબીને અસર થઈ રહી છે.

આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બે શખ્સોએ એક હોટલમાં નાસ્તો કર્યો અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી. તેણે પોલીસ અધિકારી તરીકે હોટેલ સ્ટાફ અને અન્ય મહેમાનો સાથે ગેરવર્તણૂક કરી, પરંતુ નાસ્તો કર્યા પછી તેણે પૈસા ન ચૂકવતા બબાલ કરી. આ કારણથી લોકોએ તેના કૃત્યનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયો. લોકો વિડીયો ઉતારી રહ્યા હોવાનું જાણમાં આવતા બંને ઇસમો ફરાર થઈ ગયા હતા.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કારની બારીઓના કાચ પણ કાઢી નાખવામાં આવ્યા હતા, જેનાથી પોલીસની કામગીરી પર વધુ શંકા ઊભી થઈ હતી. લોકોની શંકાના આધારે સરથાણા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બંનેની ધરપકડ કરી હતી. ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે તેની સામે બે અલગ-અલગ કેસ નોંધ્યા છે. પરંતુ આખરે તેમને કોણ નિયંત્રિત કરે છે? શું તે પોલીસની કાર હતી કે પછી તેઓ પોલીસના નામ પર નશામાં ડ્રાઇવિંગ કરતા હતા? ગુજરાત પોલીસે આ બાબતે ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

જો કે, પોલીસ અધિકારીઓએ પોલીસ નેમ પ્લેટની પણ ચકાસણી શરૂ કરી છે, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે. પોલીસ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીથી સ્થાનિક નાગરિકોમાં ભય પણ ફેલાયો છે. પોલીસે બે લોકો સામે અલગ-અલગ કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત પોલીસે ગાંજાના જથ્થા સાથે 3 આરોપીને ઝડપ્યા

આ પણ વાંચો: સુરત પોલીસે જ કર્યુ ગેરકાયદેસર બાંધકામ

આ પણ વાંચો: સુરતમાં મેટ્રો ની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડતા સુરત પોલીસ એક્શનમાં