Surat News : સુરત પોલીસે મોટી માત્રામાં ગાજાનો જથ્થો પકડ્યો છે. સુરત પોલીસે માહિતીને આધારે અટોદરા નાની નરોલી ગામેથી ગાંજાનો આ જથ્થો પકડ્ો હતો. પોલીસે આ કેસમાં 740 કિલોગ્રામ ગાંજાનો જત્થો કબજે કર્યો છે. પોલીસે આ કેસમાં એક મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. કબજે કરાયેલા 740 કિલોગ્રામ ગાંજાની કિંમત 74,03,300 રૂપિયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
તપાસમાં ગાંજાનો આ જથ્થો ઓરિસ્સાના ગંજામથી કન્ટેઈનરમાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે ગાંજાનો જથ્થો મોકલનારા શખ્સ સહિત અન્ય ત્રણ ફરાર આરોપીની પોલીસે શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરતના તત્કાલીન ટીપીઓ સામે 1.57 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરતી એસીબી
આ પણ વાંચો: સરકાર પણ કૌભાંડીઓથી ત્રાસીઃ ટીપીની સમયમર્યાદામાં નોંધપાત્ર ઘટાડો
આ પણ વાંચો: સાગઠિયાની જેલમાંથી પણ ગઠિયાબાજી, બહેને જેલમાં આપી ચિઠ્ઠી
