Mumbai News/ મંગેતરે લગાવ્યો છેડતીનો આરોપ, પરેશાન CA યુવકે લાઈવ બાદ જીવનનો અંત આણ્યો

મુંબઈના ગોવંડી વિસ્તારમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, એક યુવક જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો તેણે તેની મંગેતર પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો.

Top Stories India

Mumbai News:મુંબઈના ગોવંડી વિસ્તારમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, એક યુવક જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો તેણે તેની મંગેતર પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પર તેની મંગેતર દ્વારા છેડતીનો આરોપ હતો. યુવકે ફેસબુક લાઈવ પર આવીને પોતાનો મત વ્યક્ત કર્યો અને પછી આત્મહત્યા કરી લીધી. આ ઘટનાથી બધા ચોંકી ગયા છે અને હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આવો જાણીએ આ સમગ્ર ઘટના વિશે.

માનસિક ત્રાસનો આરોપ

પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર સંદીપ પાસવાન નામનો યુવક મુખ્યત્વે ઝારખંડનો હોવાનું કહેવાય છે. તેણે ફેસબુક લાઈફ પર માનસિક ત્રાસ હોવાની વાત કર્યા બાદ ગત મંગળવારે મુંબઈના ગોવંડી વિસ્તારમાં આત્મહત્યા કરી લીધી હતી. સંદીપ પાસવાને તેની મંગેતર સપના પાસવાન અને તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા છે.

https://www.facebook.com/skpaswan48/videos/486832987527424/?ref=embed_video&t=1

12.5 લાખ રૂપિયા પણ આપ્યા હતા- યુવક

કહેવામાં આવી રહ્યું છે કે સંદીપ આ મહિલાને તેના સંબંધી દ્વારા વર્ષ 2018માં મળ્યો હતો. થોડા સમય પછી બંને નિયમિત મળવા લાગ્યા. આ દરમિયાન તેણે વર્ષ 2021માં સપનાને કેટલાક કામ માટે 12.5 લાખ રૂપિયા પણ આપ્યા હતા. જોકે, થોડા સમય બાદ યુવકને શંકા જતાં તેણે તેના પૈસા પરત માંગ્યા હતા. આ પછી મહિલા અને તેના પરિવાર દ્વારા સંદીપને મુંબઈ બોલાવવામાં આવ્યો હતો જ્યાં આવ્યા બાદ તેની સામે નેહરુ નગર પોલીસ સ્ટેશનમાં છેડતીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

મહિલા અને તેના પરિવાર પર ગંભીર આરોપોએવું કહેવામાં આવી રહ્યું છે કે યુવકે પોલીસને પોતાનું બેંક સ્ટેટમેન્ટ અને દસ્તાવેજો બતાવ્યા અને તેણે હજારીબાગ કોર્ટમાં મહિલા અને તેના પરિવાર વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યો હતો. આ બધી બાબતોથી પરેશાન સંદીપ પાસવાને મંગળવારે મુંબઈના ગોવંડી વિસ્તારમાં ફેસબુક લાઈવ પર મહિલા અને મહિલાના પરિવાર પર ગંભીર આરોપો લગાવ્યા અને પછી આત્મહત્યા કરી લીધી.

પોલીસે શું કહ્યું?

જો કે હાલ પોલીસ આ મામલાની અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે. આ પછી જ જરૂર પડ્યે યુવતીના પરિવારને અથવા અન્ય કોઈને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. તપાસના આધારે આગળના આરોપો ઘડવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુંબઈ નજીકના થાણેમાંથી એમડી ડ્રગ્સ બનાવવાનું કારખાનું ઝડપાયું , 82 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો:ક્રૂ મેમ્બર્સ ન આવતા પ્રવાસીઓ મુંબઈ એરપોર્ટ પર રઝળી પડ્યા, મુંબઈથી ભુજ આવતી ફ્લાઈટની ઘટના

આ પણ વાંચો:મુંબઈ-ચેન્નાઈને ડૂબતું બચાવશે NASAનું રોબોટ, જાણો Ice Robot પ્રોજેક્ટ…