Mumbai News: મુંબઈથી ભુજ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ સાથે એક વિચિત્ર ઘટના બની. રવિવારે સવારે 6.50 વાગે મુંબઈથી ભુજ માટે ઉપડવાની હતી. પરંતુ કેટલાંક કલાકો વીતી ગયા બાદ પણ ફ્લાઈટ મુંબઈથી ટેકઓફ થઈ શકી નહોતી. ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સની ગેરહાજરીના લીધે ફ્લાઈટને ટેકઓફ થવામાં વિલંબ થયાનું સુત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે. ક્રૂ મેમ્બર્સ સમયસર ફ્લાઈટ પર આવી ન શકતા મુસાફરોને બોંડિંગ કર્યા બાદ પણ કલાકો સુધી રાહ જોવી પડી હતી
મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયાના ડિસ્પ્લેને બંધ રાખવામાં આવ્યું હતું. ક્રૂ મેમ્બર ન આવવાને કારણે ફ્લાઇટના ટેકઓફમાં વિલંબનો માર મુસાફરોને ભોગવવો પડી રહ્યો છે. પ્રવાસીઓ એરલાઈન્સને ફલાઈટ મોડું થવાનું કારણ પૂછી રહ્યા છે. પરંતુ એરલાઈન્સ તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. મુંબઈ એરપોર્ટ પરથી મુસાફરોએ હાલાકીનો વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં જોઈ શકાય છે, પ્રવાસીઓ ફ્લાઈટમાં ચઢવા માટે લાઈનમાં ઉભા છે પરંતુ તેમને ફ્લાઈટમાં જવા દેવામાં નથી આવી રહ્યા.
આવી જ બીજી એક ઘટના મુંબઈથી દોહા જતી ફ્લાઈટ સાથે બની છે. મુંબઈથી કતાર થઈ ઈન્ડિગોની ફ્લાઈટ 6 કલાક મોડી પડતા રદ કરવામાં આવી હતી. મુસાફરો વિમાનમાં બેસી ગયા બાદ ફ્લાઈટ ટેકઓફ થઈ ન હતી. સાથે ઈમિગ્રેશન સમાપ્ત થયાનું કારણ આપીને મુસાફરોને પ્લેનમાંથી ઉતારવા દેવામાં નહોતા આવ્યા.
6 કલાક સુધી પ્લેનમાં પાણી અને ખોરાક ન આપ્યાનો મુસાફરોએ આરોપ લગાવ્યો હતો. જ્યારે મુસાફરોએ હંગામો કરતા તેઓને ફ્લાઈટમાંથી ઉતારીને ઈમિગ્રેશન વેઈટિંગ એરિયામાં લઈ ગયા હતા.
એરકંપનીએ જણાવ્યું કે, પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે ફ્લાઈટ ટેકઓફ થઈ શકી ન હતી. એટલા માટે ફ્લાઈટને કેન્સલ કરવામાં આવી છે. અન્ય ફ્લાઈટમાં તમામ મુસાફરોનું રિ-બુકિંગ કરવામાં આવી રહ્યું છે અને પ્રવાસીઓને ખાવા-પીવાની વસ્તુઓની પુરી પાડવામાં આવી રહી છે.
આ પણ વાંચો:ઈન્ડિગો અને એર ઈન્ડિયાના વિમાનો ટક્કરથી માંડ માંડ બચ્યું, મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી
આ પણ વાંચો:પેરિસથી આવતા વિસ્તારા પ્લેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી
આ પણ વાંચો:સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થતા ઇન્ડિગો એરલાઈન્સ અને મુંબઈ એરપોર્ટને મળી નોટિસ