ઇન્ડિગો એરલાઈન્સ અને મુંબઈ એરપોર્ટ એક વીડિયો વાયરલ થયા બાદ મુશ્કેલીમાં મૂકાયા છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જે મુંબઈ એરપોર્ટનો છે. એરપોર્ટ પર પ્રવાસીઓ રનવેની નજીક ઇન્ડિગો પ્લેન પાસે રોડ પર બેસીને ભોજન લેતા જોવા મળે છે. આ વીડિયો વાયરલ થયા બાદ ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા મંત્રાલયના તમામ અધિકારીઓ સાથેની બેઠક બાદ આ નોટિસ મોકલવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
વાયરલ થયેલ આ વીડિયો મુંબઈ એરપોર્ટનો છે. ઇન્ડિગો એરલાઈન્સનું પ્લેન ગોવાથી ટેકઓફ થયા બાદ દિલ્હીના બદલે મુંબઈ તરફ વાળવામાં આવ્યું હતું. બાદમાં પ્લેન મુંબઇ ઉતરાણ થયા પછી મુસાફરો અંદર એરપોર્ટ પર જવાના બદલે રનવે પર જ બેસી ગયા હતા. આ વીડિયોમાં દેખાય છે કે રાત્રિના સમયે ઇન્ડિગો પ્લેન પેસેન્જર્સની પાછળ ઉભું છે, મોટી સંખ્યામાં પેસેન્જર્સ રન વે પર જ બેઠા છે. કેટલાક મુસાફરો રનવે પર ગેમ રમી રહ્યા છે તો કેટલાક મુસાફરો રાત્રિ ભોજનનો આનંદ લઈ રહ્યા છે. અત્યારે લોકો તમામ બાબતોને સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે. તેમ કોઈ પેસેન્જર્સ દ્વારા આ બાબત મીડિયામાં પોસ્ટ કરતા નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોએ તેની નોંધ લીધી. અને મુંબઈ એરપોર્ટ તેમજ ઈન્ડિગોને કારણ બતાવો નોટિસ જારી કરી છે.
નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોએ ઈન્ડિગો એરલાઈન્સ અને મુંબઈ એરપોર્ટને નોટીસ જારી કરતા તત્કાળ જવાબ આપવા કહ્યું છે. MoCA દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જો નિયત સમયમાં જવાબ નહીં મળે તો નાણાકીય દંડની સાથે અન્ય જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે. દિલ્હીમાં ખરાબ હવામાન અને ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી, ત્યારબાદ પ્લેનને દિલ્હીને બદલે મુંબઈમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. જોકે, એરપોર્ટ પર મુસાફરોને કોઈ સુવિધા આપવામાં આવી નથી. જેના કારણે સોમવારે મોડી રાત્રે એરપોર્ટના રનવે પર બેસીને મુસાફરોને હાલાકી વેઠવી પડી હતી. મંગળવારે 15 જાન્યુઆરીએ ઇન્ડિગોની ફ્લાઇટ કેટલાક કલાકો મોડી પડતાં એક મુસાફરે પાઇલટને થપ્પડ મારી હતી. તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:વડોદરા/PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા
આ પણ વાંચો:ayodhya ram mandir/‘છોટી કાશી’ હાલારનું હીર અયોધ્યામાં પાથરશે પોતાની કલાના ઓજશ