Not Set/ નાગરિકતા સુધારણા બિલ કાયદો બન્યા બાદ હવે યુપીમાં વધ્યો તણાવ, બંધ કરાઇ ઇન્ટરનેટ સેવા

નાગરિકતા સુધારણા બિલને લઇને ઉત્તર-પૂર્વીય ભાગોમાં છેલ્લા ઘણા દિવસોથી તણાવનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. આ વચ્ચે હવે સમાચાર મળી રહ્યા છે કે યુપીમાં પણ આ બિલને લઇને વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયો છે. અહી અલીગઢ અને સહારનપુરમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. શુક્રવારે સાંજે પાંચ વાગ્યા સુધી સેવાઓ બંધ રાખવામાં આવી છે. વળી […]

Top Stories India
CAB UP નાગરિકતા સુધારણા બિલ કાયદો બન્યા બાદ હવે યુપીમાં વધ્યો તણાવ, બંધ કરાઇ ઇન્ટરનેટ સેવા

નાગરિકતા સુધારણા બિલને લઇને ઉત્તર-પૂર્વીય ભાગોમાં છેલ્લા ઘણા દિવસોથી તણાવનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. આ વચ્ચે હવે સમાચાર મળી રહ્યા છે કે યુપીમાં પણ આ બિલને લઇને વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયો છે. અહી અલીગઢ અને સહારનપુરમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. શુક્રવારે સાંજે પાંચ વાગ્યા સુધી સેવાઓ બંધ રાખવામાં આવી છે. વળી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બંને જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવા પાછળ કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી.

બુધવારે મોડી સાંજે નાગરિકતા સુધારણા બિલનાં વિરોધમાં મદરસા વિદ્યાર્થીઓ દ્વારા સહારનપુર મુઝફ્ફરનગર સ્ટેટ હાઇવે 59 ને અવરોધિત કરવામાં આવ્યો હતો. પોલીસે 200 થી 250 જેટલા અજાણ્યા વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગંભીર કલમમાં ગુન્હો નોંધ્યો છે. વળી દેવબંદની પરિસ્થિતિ જોઈને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસએસપી દિનેશ કુમારે જણાવ્યું હતું કે સાવચેતીનાં પગલા રૂપે દેવબંદમાં સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યા છે. વાતાવરણને બગાડનારા અસામાજિક તત્વો સામે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, દેવબંદ સાથે સંકળાયેલી કેટલીક સ્થાનિક સંસ્થાઓ અને રાજકીય પક્ષોનો બુધવારે રાત્રે સ્ટેટ હાઇવેને જામ કરવામાં હાથ છે. જેના સંબંધમાં કેટલાક લોકોની ઓળખ કરવામાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર ટૂંક સમયમાં જ આ મામલે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવશે.

આ સાથે જ શુક્રવારે ડીએમએ તમામ કંપનીઓની ઇન્ટરનેટ સેવાઓને બંધ રાખવાના આદેશો જારી કર્યો છે. પરિણામે, બધી ઇન્ટરનેટ મેસેજિંગ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ડીએમનાં આદેશ બાદ, તમામ ટેલિકોમ પ્રદાતાઓ દ્વારા ઉપલબ્ધ ઇન્ટરનેટ અને મેસેજિંગ, સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ એડવાન્સ ઓર્ડર સુધી ચાલુ રહેશે. નાગરિકતા સુધારા બિલ પસાર થયા બાદ ઉત્તરપ્રદેશનાં સહારનપુર અને અલીગઢમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ) નાં વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યુ. તેને ધ્યાનમાં રાખીને સુરક્ષાનાં કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. વળી એએમયુ સ્ટુડન્ટ્સ યુનિયનનાં આઉટગોઇંગ પ્રેસિડેન્ટ, મો. સલમાન ઈમ્તિયાઝ શુક્રવારે પ્રાર્થના બાદ કેમ્પસથી ડીએમ ઓફિસ સુધી એક વિશાળ શોભાયાત્રાની જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.