New Delhi News : મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ સમયાંતરે આતંકવાદી સંગઠ્ઠનો અને આતંકવાદીઓના લિસ્ટને અપડેટ કરતુ રહે છે. તેમાં અનેક શ્રેણીઓ પણ હોય છે. A++ કેટેગરીમાં એ આતંકીઓ હોય છે જેનાથી દેશ અને જનતાને મોટો ખતરો હોઈ શકે છે. તેને પકડવા માટે માહિતી આપનારા માટે ઈનામ પણ નક્કી હોય ઠે. સોમવારે કાશ્મીરના કુલગામમાં આવો જ એક આતંકવાદી બાસીત હમદ ડાર માર્યો ગયો હતો. ડારે કાશમીરી પંડિતો સહિત કેટલાય પ્રવાસીઓના ડાર્ગેટ કિલીંગને અંજામ આપ્યો હતો.
સુરક્ષા દળોએ ઘાટીમાં ચૂંટણી પહેલા લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર અને કાશ્મીરના આતંકી સંગઠ્ઠન ટીઆરએફના પ્રમુખ બાસિત અહમત ડાર સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ડારના નેતૃત્વમાં ટીઆરએફ એ છેલ્લા પાંચ વર્ષમાં ડઝનથી વધુ લોકોની હત્યા કરી હતી. 18 કેસમાં તેની શોધ ચાલી રહી હતી અને તેની પર 10 લાખનું ઈનામ હતું. તેને આતંકીઓની A++ શ્રેણીમાં મુકવામાં આવ્યો હતો.
જ્યારે પણ કોઈ વ્યક્તિ અથવા સંસ્થા એવું કામ કરે છે જેનાથી દેશની એકતા અને સુરક્ષામાં ખતરો લાગે ત્.રે તેને આતંકી માનવામાં આવે છે. તેના માટે ગૃહ મંત્રાલય પોતાના ઓફિશીયલ ગેઝેટમાં એક નોટિફિકેશન ઈશ્યુ કરે છે. અપરાધ મોટો હોય ત્યારે આ નોટિફિકેશન બીજા દેશો સુધી પણ પહોંચે છે.
આતંકવાદી ઘોષિત કરવા સાથે જ એ નક્કી થઈ જાય છે કે તેને કઈ શ્રેણીમાં રાખવામાં આવશે. જેમકે પબ્લિક સેફ્ટી અને રાષ્ટ્રીય સુરક્ષા સૌથી ઉપર હોય છે. જો કોઈ લોકોને અને દેશને નુકશાન કરવાનું કાવતરૂ ઘડી રહ્યો હોય તો તેને A++ શ્રેમીમાં આખવામાં આવે ચે. જે મોસ્ટ વોન્ટેડ હોય છે. તેમની ધરપકડ માટે દેશમાં કેટલાય અભિયાન ચાલ્યા હોય છે. તેના બાદ A+, A અને B શ્રેણીઓ આવે છે, જે ગુના મુજબ ઓછી થતી જાય છે. ધ ઈકોનોમિક ટાઈમ્સમાં તેનો ઉલ્લેખ છે.
કાસ્મીરમાં કેટલાય આતંકીઓ A++ શ્રેણીમાં રખાયા છે. જેમાં હિજબુલ મુજાહિદીન, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહંમદ અને અંસાર ગજવાત ઉલ-હિન્દના કેટલાય આતંકીઓ સામેલ છે, જેમંના પર પાછલા વર્ષોમાં દેશમાં બોમ્બ વિસ્ફોટ અથવા દંગા ભડકાવવાના કાવતરાનો હિસ્સો હોવા જેવા આપ લાગ્યા હતા. હિજબુલ મુજાહિદિનનો વોન્ટેડ આતંકી જાવેદ અહમદ મટ્ટુ પણ આ કેટેગરીનો હતો, જે વર્ષની શરૂઆતમાં પકડાઈ ગયો હતો.
આવા આતંકીઓ પર યુએપીએ અથવા પીએસએ અંતર્ગત ગુનો દાખલ થાય છે. હોમ મિનિસ્ટ્રીની વેબસાઈટ પર અલગથી કોઈ શ્રેણીનો ઉલ્લેખ નથી, પરંતુ આ આતંકીઓના નામ જરૂર છે જેમની પર યુએપીએ લાગ્યો છે. ખાલીસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નૂનું નામ પણ લિસ્ટમાં છે. ઉપરાતં કેટલાય કાશ્મીરી અલગાવવાદીઓ પણ છે, જે ઘાટીમાં અસ્થિરતા ફેલાવે છે.
અનલોફૂલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ એટલેકે યુએપીએ અંતર્ગત આતંકી ગતિવિધીઓ પર નજર રાખવાનું કામ હોય છે. આ કામ એનઆઈએ કરે છે. તે ખાસ કરીને એ આતંકીઓ પર ફોક્સ કરે છે, જે આઈપીસીના દાયરાની બહાર છે, જેમકે દેશની અખંડતાને નુકશાન પહોંચાડવાની કોશિષ કરવી.
સાર્વજનિક સુરક્ષા અધિનિયમ અંતર્ગત કોઈને પણ બે વર્ષ સુધી કેસ ચલાવ્યા વિના કસ્ટડીમાં રાખવાની અનુમતિ આપે છે. 90 ના દાયકામાં કાશ્મીરમાં હિંસા વધવાની સાથે જ આ એક્ટ વધુ કામ આવ્યો હતો. ત્યારે સુરક્ષા દળોને તાકાત મળી કે શંકાને આધારે પણ લોકોને પકડી શકે. તેમાં આતંકવાદી અને અલગાવવાદી બન્ને સામેલ છે. જોકે બાદમાં બન્નેને અલગ અલગ કરી દેવાય છે.
આ પણ વાંચો:ઉત્તર-પૂર્વના લોકો ચીન જેવા, દક્ષિણના લોકો આફ્રિકન… સામ પિત્રોડાએ ફરી છેડ્યો વિવાદ
આ પણ વાંચો:હાઈપ્રોફાઈલ સોસાયટીમાં પાલતુ કૂતરાનો વધુ એક આતંક, લિફ્ટમાં બાળકી પર કર્યો હુમલો