Indian Politics/ PM મોદી: ‘ચૂંટણીમાં અદાણી-અંબાણી મામલે કેમ મૌન’? કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ આપી પ્રતિક્રિયા

તેલંગાણાના કરીમનગરમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન PM મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. PM મોદીના પ્રહાર પર હવે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Top Stories India
Beginners guide to 2024 05 08T145643.602 PM મોદી: 'ચૂંટણીમાં અદાણી-અંબાણી મામલે કેમ મૌન'? કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ આપી પ્રતિક્રિયા

તેલંગાણાના કરીમનગરમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન PM મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. PM મોદીના પ્રહાર પર હવે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. પ્રિયંકા ગાંધીથી લઈને મલ્લિકાર્જુન ખરગે અને જયરામ રમેશે મોદીએ કરેલ સવાલના જવાબ આપ્યા છે. જણાવી દઈએ કે તેલંગાણામાં પ્રચાર કરતી વખતે PM મોદીએ ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ પાર્ટીને આડેહાથ લેતા વેધક સવાલ પૂછ્યો કે કોંગ્રેસે અચાનક અદાણી-અંબાણીનું નામ લેવાનું કેમ બંધ કરી દીધું? હવે અંબાણી-અદાણી મામલે કોંગ્રેસ મોદીને જવાબ આપ્યા છે.

પ્રિયંકા ગાંધી : પ્રિયંકા ગાંધી આ વખતની ચૂંટણીમાં ઉમેદવાર નથી. પરંતુ રાહુલ ગાંધીના સમર્થનમાં અનેક સ્થાનો પર પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં પ્રિયંકા ગાંધી પ્રચાર કરી રહ્યા છે.

પ્રિયંકા ગાંધીએ પ્રચારમાં રાયબરેલીમાં એક જાહેર સભાને સંબોધતા કહ્યું, “આજે તેમણે (પીએમ નરેન્દ્ર મોદીએ) કહ્યું- “રાહુલ જી કેમ હવે અદાણી-અંબાણીનું નામ નથી લેતા.” પરંતુ હું તમને કહું છું રાહુલ જી દરરોજ અદાણી-અંબાણી વિશે વાત કરે છે, તેઓ કહે છે. તેમના વિશેનું સત્ય દરરોજ અમે તમને કહીએ છીએ કે તેઓ (ભાજપ)ની મોટા ઉદ્યોગપતિઓ સાથે સાંઠગાંઠ છે. તેમણે પોતાના ઉદ્યોગપતિ મિત્રોના 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે, જ્યારે આ બાજુ દેશના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે છતાં તેમના દેવા માફ કરવામાં આવતા નથી…”

જયરામ રમેશકોંગ્રેસ નેતા જયરામ રમેશે અંબાણી-અદાણી મામલે પીએમ મોદીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. આ મામલે જયરામ રમેશ ટ્વીટ કર્યું છે. તેમાં જણાવ્યું છે કે  જમીની પરિસ્થિતિ એટલી હદે ગડબડ થઈ ગઈ છે કે “હમ દો હમારે દો” ના “પાપા” પોતાના બાળકોનું બલિદાન આપી રહ્યા છે.

જે વ્યક્તિએ તેની પાર્ટી માટે રૂ. 8,200 કરોડનું દાન એકઠું કર્યું હતું – એક કૌભાંડ એટલું ગંભીર કે સુપ્રીમ કોર્ટે પણ તેને ગેરબંધારણીય જાહેર કર્યું હતું – તે આજે અન્ય લોકો પર દોષારોપણ કરી રહ્યો છે. યાદ રાખો કે વડા પ્રધાને તેમના “ચાર માર્ગો” દ્વારા તેમની પાર્ટીના અંગત સ્વાર્થ અને સત્તાના લોભ માટે રૂ. 4 લાખ કરોડના કોન્ટ્રાક્ટ અને લાયસન્સ આપ્યા હતા. જો આજે ભારતની સ્થિતિ એવી છે કે 21 અબજોપતિઓ પાસે 70 કરોડ ભારતીયો જેટલી સંપત્તિ છે તો તે વડાપ્રધાનના ઈરાદા અને નીતિઓનું પરિણામ છે. સ્વાભાવિક છે કે આ 21માં “આપણા બે” ની બહુ મહત્વની ભૂમિકા છે.

28 જાન્યુઆરી 2023 થી @INCIndia મોદાણી કૌભાંડની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની રચનાની વારંવાર માંગ કરી છે. 23 એપ્રિલ, 2024 અને માત્ર પાંચ દિવસ પહેલા, 3 મે, 2024 ના રોજ – ચૂંટણી પ્રચાર શરૂ થયા પછી પણ અમે આ માંગને પુનરાવર્તિત કરી છે. પરાજય એ પૂર્વવર્તી નિષ્કર્ષ છે – વડાપ્રધાન હવે પોતાના પડછાયાથી ડરે છે.

મલ્લિકાર્જુન ખરગે : ચૂંટણીના ત્રણ તબક્કા પૂર્ણ થયા બાદ આજે વડાપ્રધાન પોતાના જ મિત્રો પર હુમલાખોર બન્યા છે. મોદીજીની ખુરશી હલી રહી હોવાનું સામે આવી રહ્યું છે. આ પરિણામોનું વાસ્તવિક વલણ છે.

કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે હવે ક્યારે અંબાણી અને અદાણીના ઘરે રેડ પડશે.

પીએમ મોદીના અંબાણી-અદાણી મામલે વેધક સવાલ પર એક યુઝર્સની પ્રતિક્રિયા આવી છે. આ યુર્ઝસ કહી રહ્યા છે કે આખરે કેમ પીએમ મોદી અંબાણી-અદાણી વિશે બોલી રહ્યા છે. શું તેમના અને આ ઉદ્યોગપતિઓના સંબંધમાં ખટાશ આવી છે.

જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં ગઈકાલે 7મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. આગામી તબક્કા માટે પીએમ મોદી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ પ્રચાર દરમ્યાન તેમણે કોંગ્રેસને આડેહાથ લેતા અનેક વેધક સવાલો કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં ફરીથી પોલીંગ બૂથ પર 100 ટકા મતદાન

આ પણ વાંચો: અમરેલીમાં ફરજ પર હાજર ચૂંટણી કર્મચારીનું હાર્ટએટેકથી નિધન

આ પણ વાંચો: કલ, આજ ઔર ‘કલ’નું એક સાથે મતદાન