જાણીતા સંગીતકાર વનરાજ ભાટીયાનું 93 વર્ષની ઉમરે તેમના દક્ષિણ મુંબઇ નિવાસે અવસાન થયું છે. તે ગુજરાતી પરિવારમાંથી આવતા હતાં.સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યા હતાં એને તેમને સંગીતમાં રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. તેમણે વધારે આર્ટ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.
શ્યામ બેનેગલની અંકુર ફિલમથી તેમણે સંગીતકાર તરીકે પોતાની શરૂઆત કરી હતી,આ ઉપરાંત તેમણે મંથન,ભૂમિકા,જાને ભી દો યારો,36 ચૌરંધી લેન,દ્રોહકાલ, જેવી સુપરહિટ ફિલમો આપી હતી. હતી. વનરાજ ભાટિયાને ટેલિવિઝન પર રિલીઝ થયેલી તમસ ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. 2012મા તેમને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યું હતું.તેમણે . વાઘલે કી દુનિયા,ભારત એક ખોજ,ખાનદાન, જેવી અનેક ટેલિવિઝનની સીરિયલમાં સંગીત આપ્યું હતું. જાહેરાત માટે પણ તેમણે સંગીત આપ્યું હતું લીરીલ સાબુની જાહેરાતનું સંગીત આજે પણ કર્ણપ્રિય છે.