Not Set/ લ્યો બોલો! પિતાનો મૃતદેહ લેવા પુત્રએ કર્યો ઈન્કાર, તો મુસ્લિમ યુવકે કર્યા અંતિમ સંસ્કાર

બિહારના દરભંગામાં જે થયું તે ખુબ જ દુ:ખદ છે. કોરોનાથી પિતાના મોત પછી અહીં એક પુત્રએ પિતાનો મૃતદેહ લેવાથી ઈન્કાર કરી દીધો, તો મુસ્લિમ યુવકે પુત્રનો ફરજ નિભાવ્યો. બિહારના દરભંગામાં એક વ્યક્તિનું કોરાનાથી મોત થયા પછી પુત્રએ બોડી લેવાથી ઈન્કાર કરી દીધો. હોસ્પિટલ પ્રશાસને પુત્રને સૂચના આપી, પરંતુ પુત્રએ પોતાનો મોબાઈલ બંધ કરી દીધો. તે […]

India Trending

બિહારના દરભંગામાં જે થયું તે ખુબ જ દુ:ખદ છે. કોરોનાથી પિતાના મોત પછી અહીં એક પુત્રએ પિતાનો મૃતદેહ લેવાથી ઈન્કાર કરી દીધો, તો મુસ્લિમ યુવકે પુત્રનો ફરજ નિભાવ્યો.

બિહારના દરભંગામાં એક વ્યક્તિનું કોરાનાથી મોત થયા પછી પુત્રએ બોડી લેવાથી ઈન્કાર કરી દીધો. હોસ્પિટલ પ્રશાસને પુત્રને સૂચના આપી, પરંતુ પુત્રએ પોતાનો મોબાઈલ બંધ કરી દીધો. તે પછી કબીર સંસ્થાએ માનવ ધર્મ નિભાવીને અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો. અહીંના એક મુસ્લિમ યુવકે પુત્રનો ફરજ નિભાવતા હિન્દૂ રીત-રિવાજ અનુસાર વૃદ્ધોનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.

આ આખો કેસ દરભંગાની DMCH હોસ્પિટલનો છે, જ્યાં એક રેલવેમાંથી રિટાયર્ડ એક વૃદ્ધોનું મોત કોરોના સંક્રમણના કારણે થઈ ગયું, તેની સૂચના તત્કાલ પરિવારને આપી દેવામાં આવી, પરંતુ મૃત વૃદ્ધાના પુત્રએ હોસ્પિટલ પ્રશાસનને લખીને આપ્યું કે, તેના પાસે માણસોની અછત છે અને તે મૃતદેહ લઈ જવામાં અસમર્થ છે. તેથી તે પોતાના પિતાના મૃતદેહને લઈ જઈ શકતો નથી.

તે પછી પુત્ર પોતાનો મોબાઈલ બંધ કરીને ત્યાંથી નિકળી ગયો. મૃતક વૃદ્ધો કમતોલ તાલુકાના પીડારૂચ ગામના રહેવાસી છે. ત્રણ પુત્ર ઉપરાંત મૃતકની પત્ની છે, પરંતુ એક પુત્રને છોડીને પરિવારના બધા સભ્યો કોરોના સંક્રમિત છે. જ્યારે પુત્રો દ્વારા પિતાના મૃતદેહ લઈ જવા માટે વ્યવસ્થા કરવામાં ના આવી ત્યારે તેની સૂચના કબીર સેવા સંસ્થાને આપવામાં આવી, તે પછી સેવા સંસ્થાના લોકોએ માનવ ધર્મ નિભાવતા મૃતદેહનો મોડી રાત્રે અંતિમ સંસ્કાર કર્યો.