માવઠું/ ભરઉનાળે વરસાદી માહોલ, સાપુતારા સહિત તળેટીના ગામોમાં કમૌસમી વરસાદ

ડાંગ જીલ્લામાં ભરઉનાળે કમૌસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક વ્યાપી છે.

Gujarat Others Trending

ગુજરાત રાજ્યમાં એક બાજુ કોરોના વાઇરસે કાળો કહેર વરસાવી રહ્યું છે. ત્યારે બીજી બાજુ ભરઉનાળે મેઘરાજા મહેરબાન બન્યા છે. ડાંગ જીલ્લામાં ભરઉનાળે કમૌસમી વરસાદથી આમ તો વાતાવરણમાં ઠંડક વ્યાપી છે. પણ ખેડૂતની ચિંતામાં વધારો થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં અચાનક કમોસમી વરસાદ શરુ થયો છે. ગિરિમથક સાપુતારા સહિત તળેટીના ગામોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ છે. છેલ્લા એક સપ્તાહથી ગરમી વધતા લોકો ગરમીથી હેરાન થતા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. હવામાન વિભાગે વાતાવરણ પલટાના સંકેત આપ્યા હતા. સાપુતારા ખાતે હવામાનના પલટા સાથે અચાનક  વરસાદનું આગમન થયું છે. ધીમીધારે વરસાદથી રસ્તા ભીના થયા છે. કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.