મુંબઈમાં જેટ એરવેઝે રવિવારે મુંબઈથી ૧૦ ડોમેસ્ટિક ફ્લાઈટને કેન્સલ કરવાની ફરજ પડી હતી. જેના લીધે ઘણા યાત્રીઓને એરપોર્ટ પર રાહ જોવી પડી હતી.
એરલાઈન્સ દ્વારા એવો દરો કરવામાં આવ્યો હતો કે તેઓ પાયલોટની કમીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
એરલાઈન્સે પોતાના આધિકારિક નિવેદનમાં કહ્યું હતું કે સંચાલન સંબંધી સમસ્યાને લીધે અમારે ૧૮ નવેમ્બરની ફ્લાઈટ કેન્સલ કરવી પડી છે.
આ વિમાનના મુસાફરોને એસએમએસ કરીને આ બાબતની જાણ કરવામાં આવી હતી.
વધુમાં તેમણે કહ્યું હતું કે મુસાફરોની અસુવિધાને લીધે તેમને દુઃખ છે. તો બીજી તરફ સુત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણા સમયથી પાયલોટ, એન્જીન્યર અને બીજા અધિકારીઓના પગાર આપવામાં આવ્યા નથી.
ઓછા બજેટને લીધે હાલ પાયલોટની સંખ્યા ઓછી છે એટલું જ નહી પણ ઘણી મોટી સંખ્યામાં પાયલોટ નોકરી પણ છોડી ચુક્યા છે.
