Not Set/ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની 125 ઉમેદવારોની યાદી જાહેર

ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં આગામી 21 ઓકટોબરે યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે મંગળવારે 125 ઉમેદવારોની પ્રથમ સૂચિ બહાર પાડી હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, જેમણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદીમાં સ્થાન મેળવ્યું છે, તે નાગપુર દક્ષિણ પશ્ચિમમાંથી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે, ફડણવીસ 2014માં પણ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ભાજપ મહારાષ્ટ્રના વડા […]

Top Stories India Politics
bjp maha first list મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની 125 ઉમેદવારોની યાદી જાહેર

ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં આગામી 21 ઓકટોબરે યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે મંગળવારે 125 ઉમેદવારોની પ્રથમ સૂચિ બહાર પાડી હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, જેમણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદીમાં સ્થાન મેળવ્યું છે, તે નાગપુર દક્ષિણ પશ્ચિમમાંથી ચૂંટણી લડશે.

ઉલ્લેખનીય છે કે, ફડણવીસ 2014માં પણ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ભાજપ મહારાષ્ટ્રના વડા ચંદ્રકાંત પાટિલને કોથરૂદથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જ્યારે પંકજા મુંડે પરલીથી ચૂંટણી લડશે.

મહારાષ્ટ્રમાં ભાજપ અને તેના સાથી શિવસેનાએ સોમવારે એક સંયુક્ત નિવેદન જાહેર કર્યાના એક દિવસ બાદ યાદી બહાર પાડવામાં આવી છે.  રાજ્યમાં સત્તાધારી ભગવો, શિવસેના અને અન્ય સાથીઓ સાથે મળીને 21 ઓક્ટોબરની વિધાનસભાની ચૂંટણી લડશે.

21 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં મતદાન થશે અને 24 ઓક્ટોબરે મતગણતરી યોજાશે.

આ પણ વાંચો :SC/ST ACT: સુપ્રીમ કોર્ટે જૂનો નિર્ણય પાછો ખેંચ્યો, હવે તપાસ કર્યા વિના FIR દાખલ કરી શકાશે

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.