Not Set/ 1 કલાક અમે હોટલમાં રોકાયા હતા: શમીની પાકિસ્તાની ગર્લફ્રેન્ડ

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી પોતાના પારિવારિક સંબધોના લીધે હાલત તો ખુબ જ ચર્ચામાં છે.  મહોમ્મદ શમી વિરુદ્ધ તેની પત્ની હસીન જહાંએ લગ્નેતર સંબંધોનો આરોપ લગાવ્યો હતો. હસીન જહાંના આરોપ પ્રમાણે શમીના ઘણી મહિલાઓ સાથે આડા સંબંધો હોવાની વાત કહી હતી. હસીન જહાંએ લગાવેલા આરોપોનો મોહમ્મદ શમીએ ખુલીને હવે જવાબો આપ્યા છે. મોહમ્મદશમીની પત્નીએ પાકિસ્તાનની મહિલા સાથે […]

Top Stories
IABoKK43hk 1 કલાક અમે હોટલમાં રોકાયા હતા: શમીની પાકિસ્તાની ગર્લફ્રેન્ડ

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી પોતાના પારિવારિક સંબધોના લીધે હાલત તો ખુબ જ ચર્ચામાં છે.  મહોમ્મદ શમી વિરુદ્ધ તેની પત્ની હસીન જહાંએ લગ્નેતર સંબંધોનો આરોપ લગાવ્યો હતો. હસીન જહાંના આરોપ પ્રમાણે શમીના ઘણી મહિલાઓ સાથે આડા સંબંધો હોવાની વાત કહી હતી. હસીન જહાંએ લગાવેલા આરોપોનો મોહમ્મદ શમીએ ખુલીને હવે જવાબો આપ્યા છે.

મોહમ્મદશમીની પત્નીએ પાકિસ્તાનની મહિલા સાથે મેચ ફિક્સિંગ સાથેનો આરોપ લગાવ્યો હતો. ત્યારે હવે પાકિસ્તાનમાં રહેતી અલીશ્બા નામની એક મહિલાએ એક ટીવી ચેનલના ઈન્ટરવ્યૂમાં કેટલાક રાજ જાહેર કર્યા છે. જેમાં અલીશ્બાએ મોહમ્મદ શીમે દુબઈની એક હોટેલમાં મળવાની વાત કહી છે. પરંતુ ફેચ ફિક્સિંગના મામલે તેણે બધી વાત ખોટી છે તેમ કહ્યું હતું.

મીડિયા રીપોર્ટ મુજબ અલીશ્બાએ કહ્યું કે તે શમીને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરતી હતી. શરૂઆતમાં તે બીજા લાખો ફેંસની જેમ જ જાણતી હતી. તે હંમેશા શમીને મેસેજ કરતી પણ શમી ક્યારે જવાબ નહોતો આપતો.

પરંતુ ઇદના દિવસે શમીએ તેના મેસેજનો જવાબ આપ્યો હતો અને અલીશ્બાએ કહ્યું કે મેચ વખતે શમીનો એક પાકિસ્તાનની સમર્થક સાથે વિવાદ થયો હતો. જૂનમાં શમી સાથે દોસ્તી થઈ ગઈ હતી અલીશ્બાએ કહ્યું કે શમીને તેણે ફેંસના રીતે ખુબ જ પસંદ કરતો હતો.

અલીશ્બાએ આગળ કહ્યું કે શમી દુબઈ આવ્યા છે એમ મને જાણવા મળ્યું હતું, એ જ વખતે હું પણ મારી બહેનને મળવા જવાની હતી તે સમયે દુબઈની હોટેલમાં બનેની મુલાકાત થઈ હતી.

અલીશ્બાએ કહ્યું કે હોટેલમાં અમારી મુલાકાત એક ફેંસ અને સેલેબ્રીટી રીતે જ થઈ હતી અને આ મુલાકાત અકે કલાક સુંધી ચાલી હતી.

એક બાજુ હસીન જહાંએ કોલકાતાના જાદવપૂર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી છે, આ FIRમાં શમીની માતા, બહેન, ભાઈ અને ભાભીના નામ પણ સામેલ છે.

કલકત્તાના પોલીસ સ્ટેશનમાં શમી અને તેના પરિવારના ચાર સભ્યો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાના કલમ, 498A, 323 (ગંભીર ઈજા), 307 (હત્યાનો પ્રયાસ), 376 (બળાત્કાર),506,328 અને 34 મુજબ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં શમીના પરિવાર વિરુદ્ધ ક્રૂર રીતે વ્યવહાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.