Not Set/ PNB નિરવ મોદી વિરુદ્ધ FIR નોંધાવે તે પહેલા જ દેશ છોડીને ભાગી ગયો

મુંબઈ સ્તિથ બ્રાંચમાં કુલ ૧૧,૩૬૦ કરોડ રૂપિયા ફ્રોડ ટ્રાન્જેકશન કરવામાં આવ્યું હતું. પંજાબ નેશનલ બેંકે પ્રેસ કોન્ફરન્સ કરીને બેંકના એમડી સુનીલ મહેતાએ સ્પષ્ટતા કરી હતી. સુનીલ મહેતાએ કહ્યું હતું કે, અમે 133 વર્ષ જુના સંગઠન છીએ અને આટલા વર્ષોમાં અમે લોકોએ ઘણાં બધા ઉતાર ચઢાવને જોયા છે. એમડી સુનીલ મહેતાએ કહ્યું કે, અમે બીજી સૌથી મોટી […]

Top Stories
PNB Scam Nirav Modi Reuters Facebook e1518683385965 1 PNB નિરવ મોદી વિરુદ્ધ FIR નોંધાવે તે પહેલા જ દેશ છોડીને ભાગી ગયો

મુંબઈ સ્તિથ બ્રાંચમાં કુલ ૧૧,૩૬૦ કરોડ રૂપિયા ફ્રોડ ટ્રાન્જેકશન કરવામાં આવ્યું હતું. પંજાબ નેશનલ બેંકે પ્રેસ કોન્ફરન્સ કરીને બેંકના એમડી સુનીલ મહેતાએ સ્પષ્ટતા કરી હતી.

સુનીલ મહેતાએ કહ્યું હતું કે, અમે 133 વર્ષ જુના સંગઠન છીએ અને આટલા વર્ષોમાં અમે લોકોએ ઘણાં બધા ઉતાર ચઢાવને જોયા છે. એમડી સુનીલ મહેતાએ કહ્યું કે, અમે બીજી સૌથી મોટી નેશનલાઈડ્ઝ બેંક છીએ.

પંજાબ નેશનલ બેંકમાં કૌભાંડનો મુખ્ય આરોપી નીરવ મોદીએ પીએનબી દ્રારા સીબીઆઈમાં ફરિયાદ નોંધાવે તે પહેલા જ 1 જાન્યુઆરીએ દેશ છોડીને જતો રહ્યો હતો.

પંજાબ નેશનલ બેંકએ 29 જાન્યુઆરીએ તેના વિરૂદ્ધ 280 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ કરવામાં આવ્યો હતો. આમ નીરવ મોદી પણ લિકર કિંગ વિજય માલ્યાની જેમ દેશની તપાસ એજન્સીઓને થાપ આપવામાં સફળ રહ્યો છે.

જ્યારે અમેરિકાનું નાગરીત્વ ધરાવતી તેની પત્ની એમી અને બિઝનેસ પાર્ટનર મેહુલ ચોક્સીએ 6 જાન્યુઆરીએ ભારત છોડી દીધું હતું.

સીબીઆઈના અધિકારીઓના જણાવ્યું હતું કે એજન્સીએ આ મામલે એફઆઈઆર દાખલ કરી ચારેય વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ સર્ક્યુલર જાહેર કરી છે.નીરવ મોદી સ્વિત્ઝરલેન્ડમાં હોવાનું કહેવાય છે.

બેંકનો આરોપ છે કે નિરવ, અને તેનો ભાઈ વિશાલ, અને તેમની પત્ની અમી અને મેહુલ ચીનુભાઈ ચોકસીએ બેંક અધિકારીયો સાથે મળીને આ ફ્રોડ ટ્રાન્જેકશનનું કૌભાંડ આચર્યું છે અને ખોટા વ્યવહારોને દર્શાવ્યા છે