ગુજરાત/ જૂનાગઢમાં પાંચ દિવસથી તરૂણ ગાયબ : પોલીસને મળ્યો મૃતદેહ : કારણ અકબંધ

સાયકલ તળાવમાંથી મળી આવતા એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવેલ છે, અને એનડીઆરએફની ટીમ દ્વારા તળાવમાં શોધખોળ શરુ કરવામાં આવી હતી જેમાં પોલીસને મનન જોષીનો મૃતદેહ મળ્યો છે.

Top Stories Gujarat Others
મનન જોષી

જૂનાગઢ શહેરમાંથી ગત શનિવારના રાતે ૯ વાગ્યાથી ઘરેથી સાયકલ લઈને ચક્કર મારવાનું બહાનું કરીને નીકળેલો ૧૫ વર્ષનો તરુણ છેલ્લા ૩ દિવસથી લાપતા છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ પત્તો ન મળતા તેમના પરિવાર ચિંતાતુર બન્યા છે, તેવામાં આજે તેની સાયકલ તળાવમાંથી મળી આવતા એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવેલ છે, અને એનડીઆરએફની ટીમ દ્વારા તળાવમાં શોધખોળ શરુ કરવામાં આવી હતી જેમાં પોલીસને મનન જોષીનો મૃતદેહ મળ્યો છે. મનનો પરિવાર અત્યંત આક્રદં કરી રહ્યો છે અને ગમગીન બન્યો છે.

મનન જોષી

જૂનાગઢમાં જલારામ સોસાયટી પાસે રિધ્ધિ ટાવરમાં રહેતા દીપેશભાઈ જોશીનો એક નો એક દિકરો મનન ઉ.૧૫ શનિવારે રાતે ૯ વાગ્યા બાદ ઘરેથી સાયકલ લઈને બહાર ચક્કર મારવાનું કહીને નીકળ્યા બાદ એકાએક લાપતા બન્યો હતો, પરિણામે તેમનો પરિવાર અને સ્વજનો ચિંતાતુર બન્યા છે. મનનને શોધવા સોશિયલ મીડિયામાં તેના ફોટા વાયરલ કરીને તપાસ શરુ કરવામાં આવી છે, છતાં હજુ સુધી તે લાપતા છે. આ મામલે બી ડીવીઝન પોલીસ દ્વારા તરુણના ઘરની આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરી લેવામાં આવ્યા છે, પરંતુ તે ઘરેથી બહાર નીકળતો હોય તેવા એકપણ ફૂટેજ હજુ સુધી પોલીસને મળ્યા નથી, બીજા રસ્તેથી નીકળ્યો હોય તો તે દિશામાં તેમજ મોબાઈલની કોલ ડીટેઇલના આધારે પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે, ડીવાયએસપીએ જણાવ્યું કે, જ્યાંથી તેનો મોબાઈલ મળી આવેલો તે નરસિંહ સરોવરમાં પણ ફાયરના સ્ટાફ દ્વારા બે વખત પાણીમાં તલાસ કરી જોઈ પરંતુ કોઈ ભાળ મળી નહોતી જેમાં આજે મૃતદેહ મળ્યો છે.

મનન જોષી

ઉલ્લેખનીય છે કે નરસિંહ સરોવરમાંથી તેની સાયકલ મળી આવતા જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને હાલ એનડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી હતી, અને તળાવમાં શોધખોળ શરુ કરવામાં આવી હતી જેમાંથી મનનનો મૃતદેહ મળ્યો છે.

મનન જોષી

આ પણ વાંચો: દેશમાં કોરોનાના વધઘટ સાથે નવા 16,906 કેસ,45 દર્દીના મોત