Not Set/ મકરસંક્રાંતિની ઉજવણીના જોશમાં ભુલાય નહીં હોશ, પોલીસ કમિશનરનું જાહેરનામું

આમ તો સમગ્ર ભારતવાસીઓને ઉત્સવપ્રિય છે પરંતુ રાજકોટની જનતાને રંગીલી કહેવામાં આવે છે. આગામી દિવસોમાં મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે ત્યારે રાજકોટવાસીઓ ઉજવણી

Gujarat Rajkot
kite flying

આમ તો સમગ્ર ભારતવાસીઓને ઉત્સવપ્રિય છે પરંતુ રાજકોટની જનતાને રંગીલી કહેવામાં આવે છે. આગામી દિવસોમાં મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે ત્યારે રાજકોટવાસીઓ ઉજવણી કરવામાં હોશ ગુમાવી અને સોશિયલ ડિસ્ટન્સના કાયદાનો ભંગ ન કરે તે માટે આગમચેતી સ્વરૂપે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમજ કાયદાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Vanishing tradition - OrissaPOST

indication / મહામારી બાદ આવશે સદીનું મહાબજેટ, નાણામંત્રીએ આપ્યા સંકેત…

આ જાહેરનામામાં અંતર્ગત પોલીસ કમિશનરે ચાઈનીઝ દોરા અને તો તુક્કલના વેચાણ અને ખરીદી પર પણ પ્રતિબંધ જાહેર કર્યો છે. તેમજ કોરોના મહામારીના કારણે પાડવામાં આવતા નિયમોનું પાલન યથાવત રીતે કરવાનું રહેશે. આ માટે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝર સહિતની તમામ કાળજી લોકોએ લેવી પડશે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ એ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે તે મુજબ 18 ડિસેમ્બર થી 16 જાન્યુઆરી સુધી કોઈ પણ વ્યક્તિ જાહેર માર્ગ રસ્તા ફુટપાથ અને ભયજનક ધાબા પર પતંગ ઉડાવી શકશે નહીં.

Passion for flying kites soars on I-Day

scam / હૈદરાબાદની કંપનીએ ફેરવ્યું નીરવ મોદી કરતાં મોટું ફુલેકુ, બેન…

આ ઉપરાંત ખુબ જ મોટા અવાજ સાથે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં તેમજ લોકોની લાગણી દુભાય તેવા લખાણ વાળી પતંગ પણ ઉડાવી શકાશે નહીં. કપાયેલી પતંગ લૂંટવા માટે રસ્તા પર લૂંટ ચલાવવા માટે દોડાદોડી કરી શકાશે નહીં. જાહેર રસ્તા પર ઘાસચારાનું વેચાણ કરી શકાશે નહીં તેમજ પશુઓને ઘાસચારો નાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાઈનીઝ દોરીના કારણે શરીર પર ત્કાપા પડી જતા હોવાથી ચાઈનીઝ દોરીના વેચાણ અને ખરીદી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…