અમદાવાદ,
ઠંડીની સીઝનની શરૂઆત થઈ ચુકી છે. છતાં અમદાવાદ શહેરમાં રોગચાળામા યથાવત જોવા મળી રહ્યો છે. 17 દિવસમાં મલેરિયાના 83 કેસ નોધાયા છે. સામાન્ય રીતે ચોમાસમાં મચ્છરોની ઉત્પત્તિ વધે છે જેથી મચ્છર જન્ય રોગચાળો વધે છે. તે બાબત સામાન્ય છે.
પરંતુ જયારે ચોમાસુ વિદાય લઈ ચૂક્યું છે ત્યારે પણ શહેરમાં રોગચાળો હજી યથાવત છે. અમદાવાદ શહેરમાં મલેરિયાના ૧૭ દિવસમાં 83 કેસ, ઝેરી મલેરીયાના 21, ડેન્ગ્યુના 80 કેસ, ચિકન ગુનિયાના ૩ કેસ નોંધાયા છે. પાણી જન્ય રોગચાળામા ઝાડા-ઉલટીના 171 કેસ રજીસ્ટર થયેલ છે..શહેરમાં પાણીજન્ય રોગોના આંકડાઓની સંખ્યામાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે.
જે આકડા દર્શાવામા આવ્યા છે તે કોર્પોરેશન ચોપડે નોધાયેલા છે એટલે કે હકીકતમા જોવા જઇએ તો આ આંકડા વધુ હોઇ શકે છે. .તો તંત્ર આ અગે કામગીરી કરતુ હોવાનો દાવો કરે છે.પણ તેમ છતાં પરિસ્થિતિ આલગ જોવા મળી રહી છે.
17 દિવસમાં રોગચાળોના આંકડા જોઈતો
ઝેરી મલેરિયા–21
સાદા મલેરિયા– 83
ડેન્ગ્યુ–80
ચિકનગુનિયા–3
ઝાડ-ઉલટી–171
કમળો–104
ટાઇફોઇડ–167