Narmada/ તિલકવાડા તાલુકાના સુરજીપુરા ગામે બિરસા મુંડાજીની 148મી જન્મજયંતિની ઉજવણી

જળ, જંગલ અને જમીન માટે અવાજ ઉઠાવનાર આદિવાસી ક્રાંતિકારી ધરતી આંબા બિરસા મુંડાજીની 148 મી જન્મ જયંતી નિમિત્તે તિલકવાડા તાલુકાના સુરજીપુરા ગામે બિરસા મુંડાજીની પ્રતિમાની ફુલહાર અર્પણ કરી વંદન કરી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી સાથે જ ગામના જાગૃત યુવાનોએ આદિવાસી સમાજના હક અને અધિકાર વિશે માહિતી આપી લોકોને જાગૃત કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

Gujarat Others
YouTube Thumbnail 23 1 તિલકવાડા તાલુકાના સુરજીપુરા ગામે બિરસા મુંડાજીની 148મી જન્મજયંતિની ઉજવણી

(વસિમ મેમણ – પ્રતિનિધિ, તિલકવાડા)

જળ, જંગલ અને જમીન માટે અવાજ ઉઠાવનાર આદિવાસી ક્રાંતિકારી ધરતી આંબા બિરસા મુંડાજીની 148 મી જન્મ જયંતી નિમિત્તે તિલકવાડા તાલુકાના સુરજીપુરા ગામે બિરસા મુંડાજીની પ્રતિમાની ફુલહાર અર્પણ કરી વંદન કરી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી સાથે જ ગામના જાગૃત યુવાનોએ આદિવાસી સમાજના હક અને અધિકાર વિશે માહિતી આપી લોકોને જાગૃત કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભારતીય આઝાદીના ઈતિહાસમાં સ્વતંત્રતા અને આદિવાસી ગૌરવના પ્રતીક બિરસા મુંડાજીનો જન્મ 15 નવેમ્બર 1875 ના રોજ ઝારખંડના રાંચી જિલ્લાના ઈલિહતુ ગામમાં થયો હતો બિરસા મુંડા માત્ર 25 વર્ષની ઉંમરે પોતાના અધિકારો અને સ્વાયત્તતા માટે અંગ્રેજો સામે લડતા લડતા શહીદ થયા હતા તેમની યાદમાં આ સમગ્ર દેશમાં બિરસા મુંડાજી ની જન્મ જયંતીની ઉજવણી ભારે હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવે છે જેના ભાગરૂપ તિલકવાડા તાલુકાના સુરજીપુરા ગામે જલ જંગલ અને જમીન માટે પોતાનો અવાજ ઉઠાવનાર આદિવાસી ક્રાંતિકારી ધરતી આંબા બિરસા મુંડાજીની 148 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી કરતા ગ્રામજનોએ બિરસા મુંડાજીની પ્રતિમાને ફૂલહાર ચડાવી કરી ભાવાંજલિ અર્પણ કરી હતી સાથે જ ગામના આગેવાન કમલેશભાઈ ભીલ અને ગામના યુવાઓ દ્વારા ઉપસ્થિત ગામ લોકોને આદિવાસી સમાજના હક અને અધિકાર વિશે માહિતી આપી ને લોકોને જાગૃત કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો આ ઉજવણી દરમિયાન ગામના આગેવાનો યુવાઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આ પણ વાંચોઃ Tunnel Collapses/ ઉત્તરકાશી સુરંગ દર્ઘટનામાં બચાવકાર્યમાં આધુનિક ઓગર મશીનનો ઉપયોગ, થાઈલેન્ડ ટીમની લેવાશે મદદ

આ પણ વાંચોઃ અમદાવાદ/ સાબરમતી નદીમાંથી એક જ દિવસમાં 4 મૃતદેહ મળી આવતા અરેરાટી

આ પણ વાંચોઃ Stock Market/ બજાર અગાઉના સત્રની તેજી જાળવી ન શક્યું