ગુજરાતમાં વધુ એક યુવકનું હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું. સાબરકાંઠામાં રાત્રિ ભોજન કર્યા બાદ યુવકને હાર્ટએટેક આવ્યો. સારવાર અર્થે ઇડર લઈ જતા રસ્તામાં જ યુવકનું મૃત્યુ થયું. રાજ્યમાં હાર્ટએટેકથી મૃત્યુ થવાની ઘટના વધી રહી છે. નાની વયના લોકો પણ હૃદયરોગના હુમલાનો શિકાર થઈ રહ્યા છે. નવરાત્રિ તહેવાર દરમ્યાન અંદાજ મુજબ 17થી વધુ લોકો હાર્ટએટેકના કારણે મૃત્યુ પામ્યા. ત્યારે દિવાળી તહેવારમાં પણ રાજ્યમાં હાર્ટએટેકથી મોત થવાનો સિલસિલો યથાવત રહ્યો છે.
સાબરકાંઠામાં હાર્ટએટેકનો શિકાર બનનાર યુવકનું નામ મુકેશભાઈ મઈભાઈ પટેલ છે. જેમની ઉંમર 40 વર્ષ છે. તેઓ ઇડર તાલુકાના કમાલપુરના રહેવાસી છે. મુકેશભાઈ ગતરાત્રિએ પરિવાર સાથે ભોજન કર્યા બાદ વાતચીત કરી. સવારે ઉઠ્યા બાદ ચા સાથે નાસ્તો કર્યા બાદ મુકેશભાઈને હૃદયરોગનો હુમલો આવ્યો. ત્યારે પરિવારજનો તેમને સારવાર માટે ઇડરની હોસ્પિટલમાં લઈ જતા હતા. ત્યાં હોસ્પિટલ પંહોચતા પહેલા જ રસ્તામાં જ મોત નિપજયું. ખાનગી હોસ્પિટલના તબીબે હાર્ટએટેકથી મૃત્યુ થયું હોવાની પુષ્ટિ કરી.
સામાન્ય રીતે લોકો માને છે કે હાર્ટએટેકનું પ્રમાણ શહેરી વિસ્તારોમાં વધુ છે. કેમકે એવું માનવામાં આવે છે કે શહેરમાં પ્રદૂષણ વધારે છે જેની સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર જોવા મળે છે. પરંતુ ગામડામાં રહેતા લોકોમાં પણ હાર્ટએટેકનો ભોગ બનતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ઇડરમાં રહેતા મુકેશભાઈ સવારે નાસ્તો કર્યા બાદ હાર્ટએટેક આવતા મૃત્યુ પામ્યા. રાજ્યમાં હાર્ટએટેકના કિસ્સાઓનું પ્રમાણ વધતા તબીબજગત પણ ચિંતિત છે.
આ પણ વાંચો : અમરેલી/ ભાજપ મહિલા નેતા મધુબેન જોશીની ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી અંતિમયાત્રા
આ પણ વાંચો : ક્રાઈમ/ સુરતમાં હોર્ન મારી ટર્ન લેવા કહેતાં બે યુવકે ઢોર માર મારતા થયું મોત
આ પણ વાંચો : અમદાવાદ/સાબરમતી નદીમાંથી એક જ દિવસમાં 4 મૃતદેહ મળી આવતા અરેરાટી