bopal/ બોપલ દિવ્યા જાદવ કેસમાં આવ્યો નવો વળાંક

પતિ પત્ની વચ્ચે જોરદાર ઝઘડો થયો હોવાનું ખલ્યું

Gujarat
Beginners guide to 31 2 બોપલ દિવ્યા જાદવ કેસમાં આવ્યો નવો વળાંક

Gujarat News : અમદાવાદ નજીકના બોપલમાં દિવ્યા જાદવના કેસમાં તેને તેના પતિ સાથે ઝઘડો થયો હોવાનું બહાર આવ્યું છે. તે સિવાય પતિ પત્ની વચ્ચેનો ઝઘડો રોકવા માટે પાડોશી ઉત્કર્ષ બારોટ વચ્ચે પડયા હોવાનુ પણ તપાસમાં જણાયું છે. જેને પગલે અરજદારના પતિ સામે પાડોશી મહિલાએ જાનથી મારી નાંખવાની ફરિયાદ નોંધાવી હતી. બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને આધારે પોલીસ હવે ઘટનાના મુળ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. તે સિવાય પોલીસને ફોન કરનારા અરજદાર વિરૂધ્ધ પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ક્રોસ ફરિયાદ નોંધાઈ છે. દિવ્યા જાદવ અને બોપલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાજેશદાન ગઢવીની વાતચીતની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે.

આ કેસની વિગત મુજબ બોપલમાં ભવ્ય પાર્ક પાસેના ઝાંઝર એપાર્ટમેન્ટમાં રહેતી દિવ્યા જાદવને તેના પતિ સાથે ઝઘડો થયો હતો. દરમિયાન પાડોશી ઉત્કર્ષ બારોટે દિવ્યાની માતા ગીતા સાથે કથિત દુર્વ્યવહાર કર્યો હતો. તે સિવાય પરિવાર સામે જાતિવાદી ટિપ્પણીઓ કરી હતી. બાદમાં 2 માર્ચના રોજ તેમણે બોપલ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. જેમાં દિવ્યા ગઢવી ફોનમાં તેના ઘરે તાત્કાલિક એક ટીમ મોકલવા કહેતી હોવાનું સંભળાય છે. કારણકે ઉત્કર્ષ બારોટે ફરીથી દિવ્યાની માતા ગીતા પર ફરીથી હુમલો કર્યો હતો.

તે પહેલા દિવ્યા અને ગીતા ભાડાનું મકાન જોવા માટે મણીપુર ગયા હતા. જ્યારે તે પરત આવ્યા ત્યારે બારોટે તેમને તેમનું મકાન ખાલી કરવા કહ્યું હતું. ગીતાએ કથિતપણે ગીતાબેનનું ગળુ દબાવી જાતિવાચક અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. બાદમાં દિવ્યા અને તેના પિતા હરજી જાદવ ગીતાબેનને બચાવીને ઘરની અંદર લઈ ગયા હતા.

બાદમાં ફરી દિવ્યાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને તે ગઢવીને પુછતા સંભય છે કે પાડોશી તેના પરિવાર પર હુમલો કરી રહ્યો હતો ત્યારે તે ક્યારે પહોંચીને મદદ કરશે. દિવ્યાનું કહેવું છે કે બારોટની સતત ધમકીને કારણે તેણે પહેલા પણ પોલીસ સ્ટેશનમાં ઘણાં ફોન કર્યા હતા. જેમાં હેડ કોન્સ્ટેબલ રાજેશદાન ગઢવી કહે છે કે શા માટે તેનો પરિવાર દિવસે પોલીસ સ્ટેશનની મુલાકાત લેતો નથી. જેમાં દિવ્યા કહે છે કે તેનો પરિવાર બે વખત પોલીસ સ્ટેશન ગયો હતો અને અંદાજે 15 દિવસ પહેલા અરજી પણ કરી હતી. પરંતુ પલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.

દિવ્યા જ્યારે ફરીથી પુછે છે કે ટીમ ક્યારે આવશે ત્યારે ગુસ્સે થયેલા ગઢવીએ કહ્યું કે શું પોલીસ તેમની નોકર છે ? અમે તમારા સેવક નથી. અમારી સામે તમે જે શક્તિ બતાવો છો તે તમારે તમારી સાથે લજી રહેલી વ્યક્તિને બતાવવી જોઈએ બાદમાં ગઠવી તેને કથિતપણે અપશબ્દો બોલીને ફોન કાપી નાંખે છે.

દિવ્યા ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એમએનો અભ્યાસ કરે છે અને બોપપલમાં એક મોલમાં એકાઉન્ટીંગ આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે. રવિવારની આ ઘટના બાદ તેણે બારોટ અને ગઠવી સામે એફઆઈઆર નોંધાવી હતી. પોલીસે બન્ને વિરૂધ્ધ આઈપીસીની વિવિધ કલમો તથા એસસી એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમના આરોપો હેઠળ ગુનો નોંધ્યો હતો. જોકે હાલમાં બન્ને પક્ષોએ સામસામે ફરિયાદ (ક્રોસ) નોંધાવતા પોલીસ ઘટનાના મુળ સુધી પહોંચવાના પ્રયાસ કરી રહી છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી

આ પણ વાંચો:રાજ્યમાં અનુભવાતો ઉનાળોઃ તાપમાને 40 ડિગ્રી તરફ લગાવી દોટ