અમદાવાદ/ હેરિટેજ ઇમારતોના સમારકામ માટે કરોડોના ખર્ચનું કૌભાંડ?

અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સીટી નો દરજ્જો મળેલ છે. તેમા હેરિટેજ દરજ્જો પામેલી ઇમારતો જાળવણી દેખરેખ સમારકામ કરવા લાખો રુપિયા નુ બજેટ ફાળવણી કરવામાં આવે છે.

Ahmedabad Top Stories Gujarat
Untitled 16 હેરિટેજ ઇમારતોના સમારકામ માટે કરોડોના ખર્ચનું કૌભાંડ?
  • થોડાક વરસાદમાં સામે આવ્યો તંત્રનો ભ્રષ્ટાચાર
  • ઐતિહાસિક રાયખડ દરવાજા ની દિવાલનો એક ભાગ વરસાદમાં ધરાશાયી
  • કોણ કરશે ભ્રષ્ટાચારી તંત્ર સામે કાર્યવાહી?

જમાલપુર વોર્ડ મા આવેલા ઐતિહાસિક રાયખડ દરવાજા ની દિવાલ વરસાદમાં ધરાશાયી થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવાઓ ની પોલ ખુલી ગઈ. હમણાં થોડા સમય પહેલાં જ ૮૬ લાખ રૂપિયા નો માતબર ખર્ચ કરી ને રાયખડ દરવાજા નું રીપેરીંગ કામ પૂર્ણ કરી રીવરફ્રન્ટમાં આવવા જવા માટે રસ્તો તૈયાર કરવામાં આવ્યોહતો.

અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સીટી નો દરજ્જો મળેલ છે. તેમા હેરિટેજ દરજ્જો પામેલી ઇમારતો જાળવણી દેખરેખ સમારકામ કરવા લાખો રુપિયા નુ બજેટ ફાળવણી કરવામાં આવે છે. પણ તે બજેટમાં ભષ્ટાચાર આચરતા અમૂક ભષ્ટ અધિકારીઓ અને સત્તા મા બેઠેલા રાજકીય આગેવાનોના પાપના કારણે કુદરતો કહેર વરસાદી સ્વરૂપ મા વરશી ભષ્ટાચારનો ઢોલ વગાડી દીધો અને દરવાજા સમારકામ ની ગુણવતા ન હોવાથી ઐતિહાસિક ઈમારત જે આશરે ૬૦૦ વષૅ જુની હોવા છતા પણ અડીખમ હતી.

પણ સમારકામમાં પોલમ પોલ હોવાથી અમુક ભાગ ધરાશાયી થયો છે.  તો હવે આ અંગે જવાબદાર તંત્ર હેરિટેજ વિભાગ ના અધિકારીઓ તથા ભારતીય પુરાતત્વ ખાતા ના જવાબદાર અધિકારીઓ સામે શુ સરકાર નકકર પગલા ભરશે ???? કે પછી ધીના ઠામમા ધી ઠરીને રહી જશે..!!