Rupala-Rupani/ રૂપાલાના બચાવમાં ઉતર્યા રૂપાણીઃ ધાનાણીને આ વિવાદનો ફાયદો નહીં મળે

પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના નિવેદનને લઈને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમને બચાવવા મેદાનમાં ઉતર્યા છે. વિજય રૂપાણીનું નિવેદન છે કે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે વખત માફી માંગી લીધી છે.

Top Stories Rajkot Gujarat
Beginners guide to 2024 04 06T130429.453 રૂપાલાના બચાવમાં ઉતર્યા રૂપાણીઃ ધાનાણીને આ વિવાદનો ફાયદો નહીં મળે

રાજકોટઃ પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના નિવેદનને લઈને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમને બચાવવા મેદાનમાં ઉતર્યા છે. વિજય રૂપાણીનું નિવેદન છે કે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે વખત માફી માંગી લીધી છે. ક્ષત્રિય સમાજ હંમેશા શરણાગત વત્સલમાં માનનારો સમાજ છે. તે ભૂલ સ્વીકારનારને અને માફી માંગનારને માફ કરી દેતો સમાજ છે. શરણાગત વત્સલતાનો ધર્મ નીભાવવા માટે ક્ષત્રિય સમાજે પોતાના માથા આપી દીધા છે અને ઇતિહાસ તેનો સાક્ષી છે.

તેથી મને વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ તેમનો ગુસ્સો ઉતરતા પરસોત્તમ રૂપાલાના માપી આપી દેશે. કોંગ્રેસના પરેશ ધાનાણીએ આ મામલે આપેલા નિવેદનને લઈને રૂપાણીએ જણાવ્યું હતું કે ધાનાણી આ મુદ્દે જેટલું બોલવું હોય તેટલું બોલી લે, જેટલું રાજકારણ રમવું હોય તે રમી લે. પરંતુ તેનો તેમને કોઈ લાભ નહી મળે. પરેશ ધાનાણી આનો જેટલો લાભ લેવો હોય તેટલો લઈ શકે છે. પણ મારા શબ્દો યાદ રાખજો કે પરેશ ધાનાણી ખરાબ રીતે હારશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિયો અંગેના વિવાદાસ્પદ નિવેદનના પગલે ક્ષત્રિયો તેમની સામે મેદાનમાં ઉતર્યા છે. તેઓ ભાજપ પર દબાણ લાવી રહ્યા છે કે રૂપાલાની ટિકિટ કાપવામાં આવે. બીજી બાજુ ભાજપ રૂપાલાને જાળવી રાખીને સમાધાન કરવા પ્રયત્નશીલ છે. તેથી જ તેને લઈને હાલમાં રાજકોટમાં રૂપાલા સમર્થનમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. રૂપાલાએ આ મુદ્દાની ગંભીરતા પારખીને બે-બે વખત ક્ષત્રિય સમાજની માફી પણ માંગી છે. આ ઉપરાંત પક્ષપ્રમુખ સી આર પાટિલે પણ ક્ષત્રિય સમાજની માફી માંગી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો

આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા

આ પણ વાંચો:સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે