Surat/ ઉધના-મગદલ્લા રોડ પર હિટ એન્ડ રન, સાયકલ, બાઇક અને રિક્ષાને લીધી અડફેટે

રાજ્યમાં વારંવાર હિટ એન્ડ રનનાં કેસ હાલનાં સમયમાં નોંધવામાં આવી રહ્યા છે. ગાડીઓ પુરપાટ ઝડપે અનેકને અડફેટે ચાડાવી નીકળી જાય છે અને અનેક કિસ્સામાં નિર્દોષો પોતાનો જીવ કોઇ પણ કારણ

Gujarat Surat
hit and run 20150625 ઉધના-મગદલ્લા રોડ પર હિટ એન્ડ રન, સાયકલ, બાઇક અને રિક્ષાને લીધી અડફેટે

રાજ્યમાં વારંવાર હિટ એન્ડ રનનાં કેસ હાલનાં સમયમાં નોંધવામાં આવી રહ્યા છે. ગાડીઓ પુરપાટ ઝડપે અનેકને અડફેટે ચાડાવી નીકળી જાય છે અને અનેક કિસ્સામાં નિર્દોષો પોતાનો જીવ કોઇ પણ કારણ કે વાંક ગુના વીના જ ગુમાવી દે છે. અનેક વખતે આપણે સાંભળ્યું કે વાંચ્યુ છે કે હિટ એન્ડ રનની ઘટનામાં ફૂટપાથ સાઇડ સુતા લોકો પર ગાડી ચડી અને એક સાથે આટલા કે આટલા મોતની આગોશમાં કાયમ માટે સુઇ ગયા. વિડંબના એ પણ છે કે આવા અકસ્માતો સર્જાનારા લોકો આવું કાયર કામ કરી ત્યાથી પલાયન થઇ જાય છે અને માનવતા પણ વિસરી જાય છે. આવો જ એક કિસ્સો સુરતમાં પણ નોંધવામાં આવ્યા છે.

hit and run ઉધના-મગદલ્લા રોડ પર હિટ એન્ડ રન, સાયકલ, બાઇક અને રિક્ષાને લીધી અડફેટે

સુરતમાં ઉધના-મગદલ્લા રોડ પર હિટ એન્ડ રનની ઘટના ઘટી હોવાની વિગતો સામે આવી રહી છે. પુરપાટ ઝડપે આવતી એક મર્સિડીઝ કારે ત્રણ લોકો વાહનોને અડફેટે લીધી. સાયકલ, બાઇક અને રિક્ષાને અડફેટે લીધી બાદ કાર ચાલક રાબેતા મુજબ એટલે કે હિટ એન્ડ રનની ઘટનામાં જે રીતે સામાન્યતા જોવામાં આવે છે તેવી જ રીતે પોતાની કાર ઘટના સ્થળે છોડી ભાગી ગયા હતો.

Hit and run incident near Hazira, cyclist dies at the scene

અડફેટે ચડેલા સાયકલ, બાઇક અને રિક્ષાનો ભૂક્કો કરાયની આ ઘટનામાં, જો કે આહી અકસ્માતમાં સાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે.  સુરત શહેરની ખટોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગાડી ચાલકને ઝડપી લેવા માટે ચક્રો ગતીમાન કર્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…