અમદાવાદ,
અમદાવાદના જમાલપુર વિસ્તારની રિયાઝ હોટલ પાસે એએમસી દ્વારા ડ્રેનેજ ક્લિનિંગનું કામ ચાલતું હતું. ગટર સાફ કરતા સમયે એક સફાઇકર્મીનું ગટરના ગેસના કારણે ગુંગળામણથી મોત નીપજ્યું છે. સફાઇકર્મીના મોતની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને સફાઇકર્મીના મૃતદેહને વીએસ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.
જયારે મોત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકના પરિવારજનોની પરિસ્થિતિ નબળી હોવાના કારણે સુપ્રીમ કોર્ટના નિયમાનુસાર તેમણે સરકાર આગળ હાથ ફેલાવ્યા પડ્યા હતા. સરકાર દ્વારા આર્થિક સહાયની માંગ નહીં સ્વીકારાતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. પરિવારજનોએ મૃત દેહ ના સ્વીકારવાના કારણે સફાઇ કામદારનો મૃતદેહ એએમસીમાં જ રાખી મૂકવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે એએમસીના અધિકારીઓ મૌન સેવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કંઈ પણ કહેવા ઇન્કાર કર્યો હતો.
મૃતદેહ પરિવાર દ્વારા સ્વીકારવામાં નથી આવ્યો જેના કારણે મૃતદેહને વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો હતો. ત્યાંથી પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અત્યારે પોસ્ટમોર્ટમ થઇ ચૂક્યું અને ફરીવાર મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો છે પરંતુ પરિવારે ફરીવાર મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરી દીધી છે.
જયારે આ બાબતમાં દોષની વાત કરવામાં આવે તો પોલીસે કોન્ટ્રાક્ટર પર ગુનો નોંધાવ્યો છે, અને જણાવ્યું છે કે તાપસ દ્વારા વધુ વિગત મળતા અન્ય અધિકારીઓ પર પણ ગુનો નોંધાઈ શકે એમ છે.