Not Set/ દિવાળી/ ફટાકડાનાં શોખીન રહે સાવધાન, ચાઇનીસ ફટાકડા વેચવા, ખરીદવા પર થશે સજા

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ફટાકડા ખરીદવા માટે બજારમાં મોટી સંખ્યામાં લોકો પહોચી રહ્યા છે. બજારમાં તમને અવનવા ફટાકડા જોવા મળશે. પરંતુ આ વખતે આપને જણાવી દઇએ કે, ચીની ફટાકડાઓ બજારમાંથી અદ્દશ્ય થઇ ગયા છે. જે વિશે સરકારે કહ્યું છે કે, કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ ચીની બનાવટવાળા ફટાકડા ખરીદવા, વેચવા, લાવવા અથવા રાખવા […]

Top Stories Gujarat Others
729938 fire cracker 1 દિવાળી/ ફટાકડાનાં શોખીન રહે સાવધાન, ચાઇનીસ ફટાકડા વેચવા, ખરીદવા પર થશે સજા

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ફટાકડા ખરીદવા માટે બજારમાં મોટી સંખ્યામાં લોકો પહોચી રહ્યા છે. બજારમાં તમને અવનવા ફટાકડા જોવા મળશે. પરંતુ આ વખતે આપને જણાવી દઇએ કે, ચીની ફટાકડાઓ બજારમાંથી અદ્દશ્ય થઇ ગયા છે. જે વિશે સરકારે કહ્યું છે કે, કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ ચીની બનાવટવાળા ફટાકડા ખરીદવા, વેચવા, લાવવા અથવા રાખવા એ શિક્ષાપાત્ર ગુનો છે.

Image result for fire crackers

કસ્ટમ્સનાં ચીફ કમિશનર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફટાકડાની આયાત પર પ્રતિબંધ છે અને જો કોઈ વ્યક્તિ ચીની બનાવટવાળા ફટાકડા લઈ જતા, ખરીદતા કે વેચતા જોવા મળે તો કસ્ટમ્સ એક્ટ 1962 હેઠળ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ચાઇનીઝ બનાવટનાં ફટાકડાની દાણચોરી કરવી અને તેમને ભારતીય બજારમાં ગેરકાયદેસર રીતે વેચવુ એ ગંભીર ગુનો છે.

Image result for fire crackers

ચાઇના દ્વારા બનાવાયેલા ફટાકડાનો ઉપયોગ એક્સપ્લોઝિવ રૂલ્સ 2008 ની વિરુદ્ધ છે અને તે હાનિકારક પણ છે કારણ કે તેમાં પ્રતિબંધિત કેમિકલ હોય છે. આ કેમિકલ ખૂબ જોખમી છે અને તે પર્યાવરણને પણ ઘણુ નુકસાન પહોંચાડે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચાઇના દ્વારા બનાવવામાં ફટાકડા ખરીદવાથી અર્થવ્યવસ્થાને પણ અસર પડે છે અને તે સ્થાનિક ઉદ્યોગ માટે પણ ગંભીર ખતરો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.