બનાસકાંઠા/ રાત્રીના અંધારામાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીની ગ્રામજનોને કરી આવી હાલત, વીડિયો વાયરલ

પ્રેમમાં પડેલા યુગલો એક બીજાને મળવા માટે આતુર હોય છે ત્યારે રાત્રે સંતાઈને એકબીજાને મળતા પણ હોય છે. પરંતુ ક્યારેક પ્રેમી કે પ્રેમિકાને મળવા જવું ભારે પડી જતું હોય છે.

Gujarat Others
A 26 રાત્રીના અંધારામાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીની ગ્રામજનોને કરી આવી હાલત, વીડિયો વાયરલ

પ્રેમમાં પડેલા યુગલો એક બીજાને મળવા માટે આતુર હોય છે ત્યારે રાત્રે સંતાઈને એકબીજાને મળતા પણ હોય છે. પરંતુ ક્યારેક પ્રેમી કે પ્રેમિકાને મળવા જવું ભારે પડી જતું હોય છે. આવી જ એક ઘટના બનાસકાંઠાના કોટડા ગામમાં બની છે. બનાસકાંઠાના કોટડા ગામે એક પ્રેમી યુવક નું મુંડન કરી તાલીબાની સજા આપી હોવાની ઘટના સામે આવી છે. જેમાં પ્રેમિકાને મળવા ગયેલો આ પ્રેમી યુવક ગ્રામજનોના હાથે ઝડપાઇ જતા તેનું મુંડન કરી વીડિયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :નિશુલ્ક ઓક્સિજન સેવાનો શામિયાણો સજાવતા ભાવનગરના ઘનશ્યામભાઈ ગોરસીયા

તાલિબાની સજાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં આ વિડીયો વ્હોટ્સએપ તેમજ સોશિયલ મીડિયા સાઈટ્સ પર આડેધડ શેર કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :રાજકોટમાં ચૌધરી હાઇસ્કુલના મેદાન ખાતે એમ્બ્યુલન્સની લાઈનો ઘટી નથી, ડાઇવર્ટ કરવામાં આવી..!

જોકે આ મામલે હજી સુધી પોલીસ મથકે કોઇ જ ફરિયાદ નોંધાઈ નથી. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં આ પ્રકારની તાલીબાની સજા કરવી એ કોઈ નવી વાત નથી અગાઉ પણ આ જ રીતે પ્રેમિકાના મળવા જતા સગાસંબંધીઓ કે ગ્રામજનોને હાથે ઝડપાઇ ગયેલા યુવકને તાલીબાની સજા કરી હોવાના અનેક વીડિયો લોકોએ બનાવી વાયરલ કર્યા હતા.જોકે હજુ સુધી આ મામલે કોઇ જ પોલીસ મથકમાં આવી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

આ પણ વાંચો :લીંબડીના ભલગામડા ગેટ પાસે યુવકની હત્યા કરવામાં આવી

Untitled 1 રાત્રીના અંધારામાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીની ગ્રામજનોને કરી આવી હાલત, વીડિયો વાયરલ