અમદાવાદ/ સામ્યાએ માત્ર ૩ દિવસમાં જ આ ટ્રેકને પૂર્ણ કરી બનવાનો ફાસ્ટેસ્ટ દીકરી રેકોર્ડ

અમે સામ્યાની વધુ એક નોંધપાત્ર સિદ્ધિની જાહેરાત કરતાં રોમાંચિત અનુભવ કરી રહયા છીએ.

Gujarat Ahmedabad
YouTube Thumbnail 13 2 સામ્યાએ માત્ર ૩ દિવસમાં જ આ ટ્રેકને પૂર્ણ કરી બનવાનો ફાસ્ટેસ્ટ દીકરી રેકોર્ડ

Ahmedabad News: સામ્યા પંચાલ માત્ર ૧૧ વર્ષની ઉંમરે, હાડકા કંપાવતી -૩૦ ડિગ્રી ઠંડીમાં લેહમાં આવેલા અત્યંત મુશ્કેલ એવા “ચાદર ટ્રેક”ને પૂર્ણ કરી વિશ્વની સૌથી નાની અને ફાસ્ટેસ્ટ દીકરી બનવાની અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

શિયાળામાં લેહમાં આવેલી ઝંસ્કાર નદી પર અત્યંત ઠંડીના લીધે બરફ ની ચાદર બની જાય છે. અને આ બરફની ચાદર પર ટ્રેકકીંગ કરવાને “ચાદર-ટ્રેક” તરીકે ઓળખવામાં આવે છે. જે ટ્રેકની લંબાઈ આશરે ૬૫ કિલોમીટર જેટલી છે. સામાન્ય રીતે આ ટ્રેક ૪ દિવસ માં પૂર્ણ કરવામાં આવે છે, પરંતુ સામ્યાએ માત્ર ૩ દિવસમાં જ આ ટ્રેકને પૂર્ણ કરી ફાસ્ટેસ્ટ દીકરી બનવાનો રેકોર્ડ બનાવ્યો છે.

YouTube Thumbnail 14 1 સામ્યાએ માત્ર ૩ દિવસમાં જ આ ટ્રેકને પૂર્ણ કરી બનવાનો ફાસ્ટેસ્ટ દીકરી રેકોર્ડ

આ માટે તેને નામાંકિત સંસ્થા દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યા છે.

  1. Asia Book of Records (Registered with Government of India)
  2. India Book of Records (Registered with Government of India)
  3. World Record of India
  4. India World Record
  5. ALTOA (All Ladakh Tour Operators Association)

આ અગાઉ સામ્યા એ માત્ર ૯ વર્ષની વયે ૧૭,૫૯૮ ફૂટની ઊંચાઈએ આવેલા “માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ” પર ગૌરવપૂર્વક ત્રિરંગો ફરકાવ્યો છે.

  1. ઈન્ડિયા વર્લ્ડ રેકોર્ડ તરફથી “ગુજરાતની સૌથી નાની ઉંમરની પર્વતારોહક” નો એવોર્ડ
  2. રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર તરફથી “રાજય પર્વતારોહણ પુરસ્કાર -૨૦૨૨”
  3. માનનીય રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તરફથી “વિશ્વકર્મા રત્ન એવોર્ડ”

YouTube Thumbnail 15 1 સામ્યાએ માત્ર ૩ દિવસમાં જ આ ટ્રેકને પૂર્ણ કરી બનવાનો ફાસ્ટેસ્ટ દીકરી રેકોર્ડ

સામ્યા પંચાલ, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત અમદાવાદ જિલ્લાની “બેટી બચાવો – બેટી પઢાવો” યોજનાની સાથે જોડાયેલી છે. અને માનનીય મંત્રી ભાનુબેન બાબરીયા તરફથી  સામ્યા ને “તેજસ્વીની” નું બિરુદ આપવામાં આવ્યુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખેડામાં ચાલું શાળાએ શિક્ષકોએ મારી ગુલ્લી, જુઓ વીડિયો

આ પણ વાંચો:સુરતમાં મોડેલ તાન્યાના આપઘાત કેસમાં IPLના ખેલાડીનું નામ આવ્યું સામે

આ પણ વાંચો:વીડિયો બનવા પર કાકા અને કાકી કરતા હતા ગંદી કોમેન્ટ, પતિએ માર્યો માર… મહિલા ઈન્ફ્લુએન્સરે નોંધાયો કેસ

આ પણ વાંચો:ગુજરાતમાંથી રાજ્યસભામાં માટે બિનહરીફ ચૂંટાયા જેપી નડ્ડા, ભાજપે જીતી ચારેય બેઠકો