પંજાબ/ ખેડૂત આંદોલનમાં પોલીસ પર તલવારથી હુમલો, 12 ઘાયલ

પંજાબના ખેડૂતો શંભૂ અને ખનૌરી બોર્ડર પરથી દિલ્હી જઈ રહ્યા છે ત્યારે ખેડૂતો અને પોલીસ વચ્ચેની ટક્કર હિંસક બની છે. આ આંદોલનમાં એક યુવક અને એક એસઆઈના મોત નીપજ્યા છે.

Top Stories India
YouTube Thumbnail 16 1 ખેડૂત આંદોલનમાં પોલીસ પર તલવારથી હુમલો, 12 ઘાયલ

@નિકુંજ પટેલ

પંજાબના ખેડૂતો શંભૂ અને ખનૌરી બોર્ડર પરથી દિલ્હી જઈ રહ્યા છે ત્યારે ખેડૂતો અને પોલીસ વચ્ચેની ટક્કર હિંસક બની છે. આ આંદોલનમાં એક યુવક અને એક એસઆઈના મોત નીપજ્યા છે. પોલીસ પર તલવારથી હુમલા સહિત 12 જણા આ હિંસક આંદોલનમાં ઘાયલ થયા છે. બીજીતરફ આંદોલનના નેતા પંધર અને ડલ્લેવાલની તબિયત લથડી છે.

સુત્રોના જણાવ્યા મુજબ ખનૌરી બોર્ડર પર એક યુવાન ખેડૂતનું મોત નીપજ્યુ છે. આ યુવક પંજાબના બઠીંડાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. તે સિવાય 12 અન્ય ખેડૂતો પણ ઘાયલ થયા છે. જેમાં બે ખેડૂતની હાલત ગંભીર છે. જ્યારે ટોહાના બોર્ડર પર પોલીસ કર્મચારી વિજય કુમારની તબિયત લથડતા તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા જોકે તેનું મોત થયું હતું.

જીંદના એસપી સુમિત કુમારે જણાવ્યું હતું કે ખેડૂત આંદોલન દરમિયાન કેટલાક લોકોએ અનાજના પરાળમાં આગ લગાડીને તેમાં મરચું નાખ્યું હતું. બાદમાં તેમણે પોલીસ પર હુમલો કરી દીધો હતો. ધુમાડો વધુ હોવાથી તેનો ગેરલાભ ઉઠાવીને કેટલાય ખેડૂતોએ તલવાર અને ભાલા જેવા શસ્ત્રોથી પોલીસ પર હુમલો કરી દીધો હતો. જેમાં 12 પોલીસ ગંભીરપણે ઘાયલ થયા હતા.

કેએમએમના કોએર્ડિનેટર સરવણ પંધેર અને આંદોલનના બીજા મોટા નેતા જગજીત ડલ્લેવાલને ટીયર ગેસને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને પ્રદર્શન સ્થળથી બહાર લઈ જવાયા હતા.

બીજીતરફ કેન્દ્રિય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ ફરીથી ખેડૂતોને વાતચીત માટે આમંત્રણ આપ્યું હતું. શંભૂ બોર્ડર પર ખેડૂત મિટીંગમાં કેન્દ્રના પ્રસ્તાવ પર તેઓ વિચારણા કરી રહ્યા છે. થોડીવારમાં ખેડૂતો પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેના નિર્ણયની માહિતી આપશે. અગાઉ આ અંગે ચાર મિટીંગ યોજાઈ હતી પણ કોઈ નિર્ણય આવ્યો ન હતો. ખેડૂત આંદોલનનો આ 9 મો દિવસ છે. દરમિયાન અલગ અલગ કારણોસર ત્રણ પોલીસ કર્મચારી સહિત છ જણાના મોત નીપજ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃધમકી/ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ પર આતંકનો પડછાયો, પન્નુએ આપી મેચ રદ્દ કરવાની ધમકી

આ પણ વાંચોઃAmerica/ભારતના ડ્રાઇવિંગ લાઇસન્સ પર અમેરિકામાં પણ વાહન ચલાવી શકો છો,જાણો નિયમ

આ પણ વાંચોઃઉમેદવારની યાદી/સમાજવાદી પાર્ટીએ લોકસભાની ત્રીજી ઉમેદવારની યાદી જાહેર કરી,શિવપાલ યાદવ આ બેઠક પર ચૂંટણી લડશે