Not Set/ અમદાવાદમાં બન્યો હિલ સ્ટેશન જેવો માહોલ, અનેક વિસ્તારોમાં વરસાદ

અમદાવાદ: અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ બન્યું છે. આવા વાદળછાયા વાતાવરણના પગલે શહેરમાં હિલસ્ટેશન જેવો માહોલ છવાઈ ગયો છે. અમદાવાદના શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને એસ.જી. હાઇવે, બોડકદેવ, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વાડજ, સેટેલાઇટ, વેજલપુર, શ્યામલ, વસ્ત્રાપુર, એલિસબ્રિજ, નવરંગપુરા, સહીત વિવિધ વિસ્તારમાં ધીમો ધીમો વરસાદ પડી રહ્યો છે. જયારે પૂર્વ વિસ્તારના […]

Ahmedabad Top Stories Gujarat Trending
Ahmedabad Rain અમદાવાદમાં બન્યો હિલ સ્ટેશન જેવો માહોલ, અનેક વિસ્તારોમાં વરસાદ

અમદાવાદ: અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ બન્યું છે. આવા વાદળછાયા વાતાવરણના પગલે શહેરમાં હિલસ્ટેશન જેવો માહોલ છવાઈ ગયો છે. અમદાવાદના શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને એસ.જી. હાઇવે, બોડકદેવ, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વાડજ, સેટેલાઇટ, વેજલપુર, શ્યામલ, વસ્ત્રાપુર, એલિસબ્રિજ, નવરંગપુરા, સહીત વિવિધ વિસ્તારમાં ધીમો ધીમો વરસાદ પડી રહ્યો છે. જયારે પૂર્વ વિસ્તારના બાપુનગર, નિકોલ, ઠક્કરબાપાનગર, ગોમતીપુર, રખિયાલ, સરસપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ઝરમર વરસાદને પગલે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ બન્યું હતું જેના પગલે શાળા-કોલેજે જતાં વિદ્યાર્થીઓ તેમજ કામ-ધંધે જતાં લોકોએ પોતાના રેઈનકોટ કાઢવા પડ્યા હતા અને તેને પહેરીને પોતપોતાના ગંતવ્ય સ્થાને જતાં જોવા મળ્યા હતા.

‘સ્માર્ટ સિટી’ બન્યું ‘ભૂવા સિટી’

અમદાવાદ શહેરમાં ગત સપ્તાહે પડેલા ભારે વરસાદના પગલે અમદાવાદ શહેરના અનેક રસ્તાઓ ઉપર ૨૫થી વધુ નાના મોટા ભૂવાઓ પડી ગયા છે. અમદાવાદ શહેરમાં વરસાદ પડતાની સાથે જ ‘સ્માર્ટ સિટી‘ હવે ‘ભૂવા સિટી‘ બની ગયું છે. શહેરના ભૂવા અંગે જોઈએ તો શ્યામલ ચાર રસ્તા પાસે આશરે ૨૦ ફૂટ કરતા મોટો ભૂવો પડ્યો છે. તો તેના અગાઉ જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે મેટ્રો લાઇનની બાજુમાં વિળાશકાય ભૂવો પડ્યો છે. આ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારો જેવા કે, અમરાઇવાડી, ગોમતીપુરમાં મુક્તિનગર સોસાયટી પાસે સહિત અનેક વિસ્તારોમાં પણ ભૂવા પડ્યા છે.