Not Set/ અનામત માટે રાજકીય પક્ષો લોલીપોપ જ આપે છે : એસપીજી

અમદાવાદ, ગાંધીનગરમાં આજે સરદાર પટેલ સેવાદળ ગુજરાત પ્રદેશની બેઠક યોજાઇ હતી. સરદાર પટેલ ગ્રૂપના લાલજી પટેલની અધ્યક્ષતા માં યોજાયેલી આ બેઠકમાં વિધાનસભા ચૂંટણી અંગે મહત્વના નિર્ણય નક્કી કરવામાં આવ્યા હતા. બેઠકની ચર્ચામાં પાટીદાર અનામત અને પાટીદારો પરના પોલીસ દમનનો મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો હતો. એસપીજીના લાલજી પટેલે કહ્યું હતું કે અનામત આંદોલન અંગે દરેક રાજકીય પક્ષ […]

Top Stories
DOf3PPpVoAAc5rs અનામત માટે રાજકીય પક્ષો લોલીપોપ જ આપે છે : એસપીજી

અમદાવાદ,

ગાંધીનગરમાં આજે સરદાર પટેલ સેવાદળ ગુજરાત પ્રદેશની બેઠક યોજાઇ હતી. સરદાર પટેલ ગ્રૂપના લાલજી પટેલની અધ્યક્ષતા માં યોજાયેલી આ બેઠકમાં વિધાનસભા ચૂંટણી અંગે મહત્વના નિર્ણય નક્કી કરવામાં આવ્યા હતા. બેઠકની ચર્ચામાં પાટીદાર અનામત અને પાટીદારો પરના પોલીસ દમનનો મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો હતો.

એસપીજીના લાલજી પટેલે કહ્યું હતું કે અનામત આંદોલન અંગે દરેક રાજકીય પક્ષ લોલીપોપ જ આપે છે. ભાજપ અને કોંગ્રેસ જે પ્રકારે અનામત આપવા તૈયારી બતાવે છે તે બંધારણ અનુસાર શક્ય નથી બધા પાટીદાર સમાજને લોલીપોપ આપે છે

સત્તા કોને મળશે તે પાટીદાર સમાજ જ નક્કી કરશે.

855ff686f595af607c76ff60b113bed2 400x400 અનામત માટે રાજકીય પક્ષો લોલીપોપ જ આપે છે : એસપીજી

લાલજી પટેલે કહ્યું હતું કે જે નેતા પાટીદાર ને સહકાર આપશે તેને સત્તામાં મોકલીશું. દમન કરનારા ઓને પાટીદાર સમાજ જોઈ લેશે. જે લોકોને અમારી જરૂર હશે તેઓ સામેથી આવશે અને જાહેરમાં ચર્ચા કરશે તેને જ એસપીજી મદદ કરશે

આજની એસપીજીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે પાટીદાર સમાજ દ્વારા 100 ટકા મતદાન માટે અપીલ કરાશે

100 જેટલી એસપીજીની ટીમ બનાવી છે. જરૂર પડશે ત્યારે પાટીદારો પરના પોલીસ દમન અંગેની સીડી પણ બતાવવામાં આવશે.