Not Set/ ખેડા : ભાજપનાં કાઉન્સિલર પર તેમની જ પુત્રવધુએ નોંધાવી ફરિયાદ, દહેજની કરી હતી માંગણી

ભલે આજનો સમાજ મહિલા સશક્તિકરણની વાત કરે કે પછી પુરૂષની સમોવડિયા બનવાની વાત કરે પરંતુ સચ્ચાઇ કઇક અલગ હકીકત દર્શાવતી હોય છે. સમાજ ગમે તેટલો જાગૃત બને પરંતુ દહેજનું દુષણ હજુ પણ સમાજમાં અનેક મહિલાઓની જિંદગીઓ બરબાદ કરી રહ્યું છે. નવાઇ તો ત્યારે લાગે જ્યારે ભાજપ જેવી પાર્ટી મહિલાઓનાં સન્માનની વાત કરતી હોય અને તેમના […]

Top Stories Gujarat Others
dowr ખેડા : ભાજપનાં કાઉન્સિલર પર તેમની જ પુત્રવધુએ નોંધાવી ફરિયાદ, દહેજની કરી હતી માંગણી

ભલે આજનો સમાજ મહિલા સશક્તિકરણની વાત કરે કે પછી પુરૂષની સમોવડિયા બનવાની વાત કરે પરંતુ સચ્ચાઇ કઇક અલગ હકીકત દર્શાવતી હોય છે. સમાજ ગમે તેટલો જાગૃત બને પરંતુ દહેજનું દુષણ હજુ પણ સમાજમાં અનેક મહિલાઓની જિંદગીઓ બરબાદ કરી રહ્યું છે. નવાઇ તો ત્યારે લાગે જ્યારે ભાજપ જેવી પાર્ટી મહિલાઓનાં સન્માનની વાત કરતી હોય અને તેમના નેતાઓ જ પોતાની પુત્રવધુને સળગાવી દેવાની ધમકી આપતા હોય.

ખેડા જિલ્લાનાં નડિયાદનાં પશ્ચિમમાં રહેતા પ્રિતી પ્રવિણભાઇ મિસ્ત્રી નગરપાલિકામાં ભાજપનાં કાઉન્સિલર છે, તેમના પુત્ર વિશાલનાં પત્ની મૌસમે પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેમના સાસુ પ્રિતીબેન, સસરા પ્રવિણભાઇ, પતિ વિશાલ અને દિયર ધ્રુવ તેને ટોર્ચરિંગ કરીને દહેજની માંગ કરી રહ્યાં છે, તેને ધમકી આપી છે કે તારા પિયરમાંથી 50 તોલા સોનું લઇ આવ નહીં તો તને પેટ્રોલ નાખીને સળગાવી દેવામાં આવશે. પોલીસ ફરિયાદ મુજબ વારંવાર મૌસમને હેરાન કરવામાં આવી રહી છે, તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે અને સોનું અને રૂપિયાની માંગ કરવામાં આવી છે.

પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે, અમે તમને જણાવી દઇએ કે પ્રવિણ મિસ્ત્રી અગાઉ પણ બોગસ ખેડૂત પ્રકરણમાં વિવાદમાં આવ્યાં હતા અને હવે તેમના પર પુત્રવધુને મારી નાખવાની ધમકી આપ્યાંની પોલીસ ફરિયાદ થઇ છે. ત્યારે જોવાનું રહેશે કે આ ફરિયાદ બાદ પોલીસ તપાસમાં શું બહાર આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.