Not Set/ અરવલ્લી : જેસિંગપુર ગામમાં રહેતા એક દંપતીનું રહસ્યમય મોત, કારણ અકબંધ

અરવલ્લી અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જેસિંગપુર ગામમાં રહેતા એક દંપતીનું રહસ્યમય મોત થયું હોવાનું સામે આવ્યું છે. ૨૪ ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે કિરીટભાઈ નિનામીએ પહેલા પોતાની પત્નીને ઘરમાં બોથડ પદાર્થ વડે માથા અને મોઢા ન ભાગે ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતાને પત્નીની હત્યાનું લાગી આવતા પોતે પણ આત્મહત્યા કરી હોય તેમ માનવામાં આવી રહ્યું […]

Gujarat

અરવલ્લી

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જેસિંગપુર ગામમાં રહેતા એક દંપતીનું રહસ્યમય મોત થયું હોવાનું સામે આવ્યું છે. ૨૪ ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે કિરીટભાઈ નિનામીએ પહેલા પોતાની પત્નીને ઘરમાં બોથડ પદાર્થ વડે માથા અને મોઢા ન ભાગે ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતાને પત્નીની હત્યાનું લાગી આવતા પોતે પણ આત્મહત્યા કરી હોય તેમ માનવામાં આવી રહ્યું છે.

આસપાસના લોકોનું કહેવું છે કે હોળી નજીક આવતા અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કોઈ ને કોઈ કારણો સર હત્યાનું પ્રમાણ જોવા મળે છે. ત્યારે આ ઘટનાએ આ વાતને સાચી સાબિત કરી હોય તેમ ત્યાના લોકોનું માનવું છે.

કિરીટભાઈ નિનામીએ સોનિયા બેન સાથે ત્રણ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. મળતી માહિતી મુજબ આ દંપતી થોડા સમયથી કોઈને કોઈ બાબતે ઘરમાં ગ્રહકંકાસ થતો રહેતો હતો. આ દંપતી ગામની સીમમાં આવેલા એક ખેતરમાં બનાવેલા એક ઘરમાં એકલા રહેતા હતા.

પરિવારજનોને વહેલી સવારે જણ થતા પરિવારના લોકોએ ભિલોડા પોલીસને જાણ કરી હતી. ભિલોડા પોલીસે ઘટનાસ્થળે આવીને તપાસ હાથ ધરી હતી.