Not Set/ કોંગ્રેસે શ્રીદેવીના નિધન અંગે એવું તો શું ટ્વીટ કર્યું કે, લોકોને કહેવું પડ્યું, જરા શરમ કરો, વાંચો

દિલ્લી, પોતાના શાનદાર અભિનયથી ચાહકોના મન પર રાજ કરનારી અને બોલીવુડના ખ્યાતનામ અભિનેત્રી શ્રીદેવી રહ્યા નથી. ૫૫ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે. શનિવારની રાત્રે દુબઇમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા શ્રીદેવીને અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને તેઓનું નિધન થઈ ગયું છે. તેઓના નિધન બાદ બોલીવુડના દિગ્ગજો, રાજકીય પાર્ટીના આગેવાનો દ્વારા શ્રાદ્ધાંજલી […]

India
Master1 કોંગ્રેસે શ્રીદેવીના નિધન અંગે એવું તો શું ટ્વીટ કર્યું કે, લોકોને કહેવું પડ્યું, જરા શરમ કરો, વાંચો

દિલ્લી,

પોતાના શાનદાર અભિનયથી ચાહકોના મન પર રાજ કરનારી અને બોલીવુડના ખ્યાતનામ અભિનેત્રી શ્રીદેવી રહ્યા નથી. ૫૫ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે. શનિવારની રાત્રે દુબઇમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા શ્રીદેવીને અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને તેઓનું નિધન થઈ ગયું છે. તેઓના નિધન બાદ બોલીવુડના દિગ્ગજો, રાજકીય પાર્ટીના આગેવાનો દ્વારા શ્રાદ્ધાંજલી આપવામાં આવી રહી છે પણ દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી કોંગ્રેસ દ્વારા શ્રીદેવીના નિધનને લઇ કરવામાં આવેલા ટ્વીટ બાદ તે લોકોના રોષનો શિકાર બની રહી છે.

હકીકતમાં, કોંગ્રેસ પાર્ટી દ્વારા શ્રીદેવીના નિધન પર સંવેદના વ્યક્ત કરતા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું, પરંતુ એમાં લખવામાં આવ્યું હતું કે, ૨૦૧૩માં યુપીએ સરકારના કાર્યકાળમાં આ અભિનેત્રીને “પદ્મશ્રી” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીઓ ટ્વીટર પર ખુબ ટ્રોલ થઇ રહી છે. અંતે કોંગ્રેસ દ્વારા આ ટ્વીટ ડિલીટ કરવું પડ્યું છે.

લોકપ્રિય ટ્વીટર હેન્ડલ @Gabbar Singh દ્વારા કોંગ્રેસના ટ્વીટ અંગે જવાબ આપતા જણાવ્યું, તેઓ આ પણ મેન્શન કરે કે નહેરુ પ્રધાનમંત્રી હતા ત્યારે જ તેઓનો જન્મ થયો હતો.

રાઈટર @ Sandip Ghoseએ લખ્યું, રાહુલ ગાંધી આપણે એવોર્ડને એ રીતે રજુ કરવામાં આવ્યો છે કે આપણે ફેવર કર્યો છે. પદ્મશ્રી એવોર્ડ નાગરિકોને દેશ દ્વારા આપવામાં આવે છે, ન તો કોઈ રાજકીય પાર્ટી દ્વારા. ટ્વીટથી તમે અપમાનિત કર્યાં છે.

એક ટ્વીટ યુઝરે આ નાગે જણાવ્યું હતું કે, કોઈના નિધન પર તો કમ સે કમ રાજનીતિ ન કરો.

મહત્વનું છે કે, બોલીવુડના અભિનેત્રી શ્રીદેવી તેઓના પતિ બોની કપૂર અને નાની પૂત્રી ખુશી સાથે મોહિત મારવાહના લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે દુબઈ ગયા હતા પરંતુ શનિવારે રાત્રે અચાનક જ હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને તેઓનું નિધન થયું હતું.