Not Set/ સી.આર.પાટીલનું સુરતમાં ચોંકાવનારું નિવેદન, અમે નવસારીમાં AIIMS લાવવા માંગતા હતા પણ…

  ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવા હોદ્દેદારોના પદગ્રહણ સમારોહમાં પોતાના સંબોધનમાં ચોકાવનારું નિવેદન આપ્યું હતું. તેમને જણાવ્યું હતું કે, આજે પણ ભુવો ધુણે છે તો નાળિયેર ગુજરાત તરફ ફેંકે છે. હું અને દર્શનાબેન વધારે નાળિયેર લઈ આવીએ છીએ. GCCI ના પ્રમુખના પદગ્રહણ સમારોહમાં વધુમાં તેમને જણાવ્યું હતું કે, […]

Gujarat Surat
24a2af698d0c86902fb4ad13a1979360 સી.આર.પાટીલનું સુરતમાં ચોંકાવનારું નિવેદન, અમે નવસારીમાં AIIMS લાવવા માંગતા હતા પણ...
 

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવા હોદ્દેદારોના પદગ્રહણ સમારોહમાં પોતાના સંબોધનમાં ચોકાવનારું નિવેદન આપ્યું હતું. તેમને જણાવ્યું હતું કે, આજે પણ ભુવો ધુણે છે તો નાળિયેર ગુજરાત તરફ ફેંકે છે. હું અને દર્શનાબેન વધારે નાળિયેર લઈ આવીએ છીએ. GCCI ના પ્રમુખના પદગ્રહણ સમારોહમાં વધુમાં તેમને જણાવ્યું હતું કે, AIIMSની ફાળવણી બાબતે ટકોર કરી હતી. તેમને જણાવ્યું હતું કે, અમે નવસારીમાં AIIMS  લાવવા માંગતા હતા પરંતુ CM રૂપાણીજીએ રાજકોટની જાહેરાત કરી દીધી. પરંતુ, હવે સુરતને અન્યાય નહીં થાય. કોઇ છીનવી નહિ જાય તેની ખાતરી આપુ છું.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખ દિનેશ નાવડિયા તથા ઉપપ્રમુખ આશિશ ગુજરાતીનો પદગ્રહણ સમારોહ સરસાણા ટ્રેડ સેન્ટર ખાતે યોજાયો હતો. જયાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા સુરત–નવસારી સાંસદ સી.આર. પાટિલે જણાવ્યુ હતુ કે, એકસમય હતો, જયારે ૧૯૬૨માં ચાઇના સામેનું યુધ્ધ હાર્યા હતા. જે સમયે આપણા મનમાં જીતી નહિ શકવાનો ભય હતો. જયારે મોદી વડાપ્રધાન બન્યા ત્યારે ચિત્ર અલગ છે.

કોઇપણ રાષ્ટ્ર્રની મદદ વિના ભારતે ચાઇનાને સીધો પડકાર ફેંકી દીધો છે. ચાઇનાએ કલ્પના પણ નહોતી કરી તે, આ પ્રકારના રિએકશન આવી શકે. આવી તૈયારી સાથે ભારત બોર્ડર પર આવી જશે. હવે, ચીનને સમજ નથી પડતી કે યુધ્ધ કરવું કે પીછેહઠ ? ભારતના રિએકશનથી મોટા દેશો પણ હેબતાઇ ગયા છે.ચાઇનાને પડકારતા અમેરિકા પણ વિચાર કરે છે કે ચીનને ભારતે પડકાર્યુ છે. જે તમામ વડાપ્રધાન મોદીના આવવાથી શકય બન્યું છે. વધુમાં જણાવ્યુ હતુ કે, પાકિસ્તાનમાં ર્સિજકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક, હવે ખૂણેખાચરે પણ આતંકવાદી મળતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.