Not Set/ વિધાનસભાની ચુંટણીમા પાંચ મોડલ મતદાન મથક બનાવવામાં આવશે

આગામી ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચુંટણી માટે રાજ્યના ચુંટણી પંચે વિધાનસભા બેઠક દીઠ પાંચ મોડલ મતદાન મથક બનાવવાનો નિર્ણય કર્યો છે. સાથે જ દરેક બેઠક પર એક મહિલા બુથ પણ કાર્યરત કરવામાં આવશે. ચુંટણી પંચના જણાવ્યા મુજબ, મોડલ મતદાન મથકમાં વ્હીલચેરની સાથે એક બ્લાઈન્ડ સપોર્ટર પણ મુકવામાં આવશે. વિકલાંગો તેમજ સિનિયર સીટીઝન માટે આ મતદાન મથકોમાં […]

Gujarat
download 14 2 વિધાનસભાની ચુંટણીમા પાંચ મોડલ મતદાન મથક બનાવવામાં આવશે

આગામી ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચુંટણી માટે રાજ્યના ચુંટણી પંચે વિધાનસભા બેઠક દીઠ પાંચ મોડલ મતદાન મથક બનાવવાનો નિર્ણય કર્યો છે. સાથે જ દરેક બેઠક પર એક મહિલા બુથ પણ કાર્યરત કરવામાં આવશે.

ચુંટણી પંચના જણાવ્યા મુજબ, મોડલ મતદાન મથકમાં વ્હીલચેરની સાથે એક બ્લાઈન્ડ સપોર્ટર પણ મુકવામાં આવશે. વિકલાંગો તેમજ સિનિયર સીટીઝન માટે આ મતદાન મથકોમાં વ્હીલચર સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ મોડલ મતદાન મથક પર વડીલો અને અશક્ત કે બીમાર વ્યક્તિઓ માટે બેઠક વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી તેમને મતદાન મથક પર મત આપવા માટે લાઈનમાં ઉભા રહેવુ પડશે નહી.

સામાન્ય રીતે વડીલોને મતદાન માટે મતદાન મથકમાં અલગ લાઈન કરવામાં આવે છે. પરંતુ તેમના માટે બેસવાની વ્યવસ્થા હોતી નથી. આવા સંજાગોમાં એનસીસીના વિદ્યાર્થીઓની પણ મદદ લેવામાં આવશે. જે જરૂર પડ્યે વ્હીલચેર સાથે અપંગ, અશક્ત કે પ્રજ્ઞાચક્ષુ મતદારોને તેમના ઘરેથી મતદાન મથક સુધી વ્હીલચેર સેવા પુરી પાડશે. તેમજ યુવાનોને વડીલોની સુવિધા માટે ઉભા રાખવામાં આવશે.

ચુંટણીપંચ દ્વારા આ સ્પેશ્યલ સુવિધાઓ માટે બેઠક દીઠ પાંચ મોડલ મતદાન મથકો તૈયાર કરવા માટેની સુચના જિલ્લા કલેક્ટરોને આપી દીધી છે. તેમજ મતદાન સબંધીત માહિતી દરેક મતદારને સાચી સમજ સાથે મળી રહે તે માટે એક માર્ગદર્શીકા પણ તૈયાર કરવામાં આવી છે. કારણ કે આ વખતે મતદાનમાં પ્રથમ વખત વીવીપેટનો ઉપયોગ થઈ રહ્યો છે. જેથી મતદાનના એક સપ્તાહ પહેલા આ પુસ્તીકા મતદારોના ઘરે પહોંચાડાશે.